Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રાજયભરમાં રેલ્વે પોલીસ ડ્રગ્સ શોધક ડોગ સાથે મેદાને

ગુજરાતને કેફી પદાર્થ અને ગાંજાની આયાતમાં પંજાબ બનતું અટકાવવા સીઆઇડી વડા આશીષ ભાટીયા દ્વારા તાકીદના આદેશો : એસઓજીની એક ડઝન જેટલી ટીમો સક્રિયઃ અનુપમસિંહ ગેહલોતના પગલે સીઆઇડી વડાએ પણ વડોદરાને પ્રાધાન્ય આપ્યું

રાજકોટ, તા., ર૬: પંજાબની માફક ગુજરાતમાં પણ આશ્ચર્યજનક રીતે લોકસભાની ચુંટણી સમયે જ કેફી પદાર્થોની હેરફેર મોટાપાયે ચાલી રહયાનું બહાર આવવાની સાથે જ ગુજરાતની રૂપાણી સરકારે આ મામલે એલર્ટ બની કોઇ પણ ભોગે ગુજરાતની છબીને ઝાંખપ લગાડતી આ પ્રવૃતિ ફુલેફાલે નહિ તે માટે અસરકારક પગલા લેવા ટોચના અધિકારીઓને તાકીદ કરવા સાથે રાજયના સીઆઇડી વડા આશીષ ભાટીયાને મહત્વની જવાબદારી સુપ્રત થતા જ તેઓએ પોતાની હકુમત હેઠળના રેલ્વે સ્ટેશનો પર એસઓજીની એક ડઝન જેટલી ટીમો મેદાને ઉતારી વ્યાપક ચેકીંગ હાથ ધર્યુ છે.

એસઓજીની આ ટીમો  દ્વારા ખાસ કરીને ઓરિસ્સા અને દક્ષિણ ભારત તરફથી આવતી ટ્રેનોમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં ૩૦ માણસોની ખાસ ટીમો પણ મેદાને ઉતારાઇ છે. અત્રે યાદ રહે કે વડોદરાના યુવાધનને નશાની ગર્તામાં ધકેલવા માટે કોલેજો અને સ્કુલો આસપાસ આવા તત્વો વેપાર કરી રહયાની બાતમી આધારે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ડ્રગ્સના કારોબારીઓને ઝડપવા સાથે ડ્રગ્સનું સેવન કરતા વિદ્યાર્થીઓની ઓળખ કરવા માટે ખાસ પ્રકારની કીટો યુરોપથી મંગાવી છે. જેનું ખુબ સુંદર પરીણામ આવવા સાથે કેરળ હાઇકોર્ટે પણ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના આવા કાર્યની નોંધ લઇ કેરળમાં પણ તેનો અમલ કરવા આદેશ આપતા ગુજરાત માટે આ ગૌરવરૂપ ઘટના બનતા મુખ્યમંત્રી-ગૃહમંત્રી અને સંબંધક ઉચ્ચ અધિકારી દ્વારા પોલીસ કમિશ્નર અને તેમની ટીમને અભિનંદન પાઠવાયા છે.

ફરી મુળ વાત પર આવીએ તો સીઆઇડી વડા આશીષ ભાટીયાની સુચના મુજબ રેલ્વે પોલીસની ટીમોએ હાવડા-અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાં સ્પેશ્યલ એન.ડી.પી.એસ. શોધક ડોગની મદદથી ચકાસણીનો ધમધમાટ બોલાવ્યો છે. અત્રે યાદ રહે કે મોટાભાગના ગાંજાનો જથ્થો ઓરીસ્સાથી ગુજરાતમાં આવતો હોવાનું તારણ સીઆઇડી તપાસમાં નિકળતા આ ટ્રેનોમાં વિશેષ ભાર આપવા સીઆઇડી વડા આશીષ ભાટીયા દ્વારા ખાસ સુચના રેલ્વે પોલીસને આપવામાં આવી છે. 

(12:23 pm IST)
  • ૩૦મી જૂને નરેન્દ્રભાઈ મોદી રેડીયો પર કહેશે મન કી બાત access_time 6:28 pm IST

  • નરેન્દ્રભાઇ આવતીકાલથી ત્રણ દિવસ જાપાનના પ્રવાશે : G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી આપશે હાજરીઃ ૨૭ થી ૨૯ જુન સુધી જાપાનના ઓસાકામાં યોજાશેઃ સંમેલન અમેરીકાના ડોનાલ્ટ્ર ટ્રમ્પ સાથે મુલાકાત કરશેઃ રશીયા, ચીનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે નરેન્દ્રભાઇ access_time 1:09 pm IST

  • ૨૦૧૭ રાજયસભાની ચૂંટણી મામલે હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી પીટીશનની કોપીની ખરાઈ એફએસએલ પાસે કરાવવાની હતી access_time 6:27 pm IST