Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પરિવારથી મોટી કોઇ તાકાત હોય શકે નહિં પરિવારને પુરતો સમય આપવા ગજેરાની અપિલ

સુરત ખાતે બાવીશી પરિવારનું ૧૫મું અધિવેશન સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

અમરેલી તા ૨૭ :  દાનવીર કર્ણની ભૂમિ એવી સુરતનગરીમાં  વસતા લેઉવા પટેલ સમાજની બાવીશી પરિવારનું ૧૫મું અધિવેશન ગુજરાતના હિરા ઉદ્યોગપતિ તથા શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી, શાંતાબા મેડિકલ કોલેજના  સ્થાપક પ્રમુખ વસંતભાઇ ગજેરાના અધ્યક્ષ પદે તથા  જોધાણી બ્રધર્સના માલીક નકુભાઇ જોધાણી તથા ક્રાઇમ બ્રાંચ સુરતના પીઆઇ લલિતભાઇ વાગડીયાના ઉદ્ઘાટક પદે યોજાયો હતો.

સમારોહમાં મુખ્ય મહેમાન પદે ડાયનેમીક ગ્રુપ-અમરેલીના પ્રમુખ હરેશ બાવીશી તથા પરિવાર પ્રમુખ ધરમશીભાઇ બાવીશી, ધીરૂભાઇ બાવીશી ઉપસ્થિત રહયાં હતા.

૧૫માં સ્નેહ મિલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વિશેષ સિધ્ધી પ્રાપ્ત વ્યકિત તથા          તેજસ્વી તારલા સત્કાર સમારોહ એમ ત્રિવિધ કાર્યક્રમની સાથે સાથે સમારોહના અધ્યક્ષ તથા જિલ્લાના પનોતા પુત્ર ડાયમંડકિંગ, કેળવણીકાર વસંતભાઇ ગજેરાનું  જિલ્લામાં  શિક્ષણ અને આરોગ્યમાં પ્રદાન બદલ તથા આ જિલ્લાને એન્જીનિયરીંગ તથા મેડીકલ કોલેજની ભેટ આપવા બદલ જિલ્લાના ભામીષા તથા સેવા રત્ન તરીકે ભવ્ય સન્માન કરાયું હતું. સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા વસંતભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે પરિવારથી મોટી કોઇ સંપતિ નથી માટે પરિવારને સમય આપો તો કાર્યક્રમના મુખ્ય વકતા પદેથી બોલતા ડાયનેમિક ગૃપ અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ અંધશ્રધ્ધા  તથા કુરિવાજોને દુર કરી વિદ્યાર્થીઓના શિક્ષણમાં યોગદાન આપો. સુરતમાં વસતા બાવીશી પરિવારના અઢી હજાર (૨૫૦૦) સભ્યોની ઉપસ્થિતીમાં યોજાયેલ

(11:38 am IST)