Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ભારે વરસાદની આગાહી વચ્ચે ઝાપટાથી ૪ ઈંચ વરસાદઃ લો પ્રેશર સિસ્ટમ નબળી પડી

હવે અરબી સમુદ્રની સિસ્ટમ ઉપર વરસાદનો આધાર રાખવો પડશે

વાપી, તા. ૨૬ :. રાજ્યભરમાં ચોમાસાના સત્તાવાર આગમનની જાહેરાત બાદ પણ અને ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઝરમર ઝાપટાથી માત્ર ૪ ઈંચ સુધીનો જ વરસાદ નોંધાયો છે. સારા ચોમાસાની આશા વચ્ચે પ્રારંભે જ 'વાયુ' વાવાઝોડાને પગલે વરસાદની સિસ્ટમની નડતર ઉભી થઈ. એમા પણ લો પ્રેશર ગુજરાત તરફ આવી નબળુ પડતા વરસાદની હાલત વધુ અઘરી બની છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ થી ૪ દિવસ છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, ત્યાર બાદ ચોમાસુ ગતિ પકડે તેવી સંભાવના લાગી રહી છે. એકબાજુ બંગાળની ખાડીની સિસ્ટમે કરંટ ગુમાવી દીધો છે તથા એક અપર એર સાયકલોનીક સરકયુલેશન પસાર થનાર છે જેથી સ્થિતિ વિપરીત જણાય છે.

જો કે સાથે સાથે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ નજીકના દિવસોમા સર્જાવાની શકયતા મુકાઈ રહી છે. જેને પગલે વરસાદની આશા રખાઈ રહી છે જો આ શકયતા પરિણામ નહિ આપે તો હું વરસાદ ચાર-પાંચ દિવસ કે એકાદ અઠવાડીયુ ખેંચાઈ જશે તેમ લાગી રહ્યુ છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્ય તો આંકડામાં ઉ. ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં રાધનપુર ૧૭મી.મ.ી તો બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં અમીરગઢ ૧૭ મી.મી., ભાભર ૨૫ મી.મી., દાતા ૪૭ મી.મી., દિયોદર ૨૬ મી.મી., પાલનપુર ૨૩ મી.મી., લાખાની ૧૨ મી.મી. અને ધાનેરા ૨૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જ્યારે સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં પોસીના ૨૪ મી.મી. તથા અરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાપડ ૧૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે. પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારને ખેડા જિલ્લાના તાલુકાઓમાં કપડવંજ ૪૮ મી.મી. અને મહુધા ૧૫ મી.મી. તો આણંદ જીલ્લા તથા તાલુકાઓમાં આણંદ ૨૬ મી.મી., આંકલાવ ૨૨ મી.મી. અને પેટલાદ ૧૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જ્યારે વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઈ ૧૦ મી.મી., કરજણ ૨૯ મી.મી., સાવલી ૧૮ મી.મી., સિનોર ૧૬ મી.મી., વાઘોડિયા ૨૩ મી.મી. અને વડોદરા ૧૮ મી.મી., છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ૧૧ મી.મી. અને સંખેડા ૨૯ મી.મી. તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ઘોઘમ્બા, હાલોલ અને કાલોલ ૧૦ - ૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલાસિનોર ૧૦ મી.મી. તથા દાહોદ જીલ્લાના તાલુકાઓમાં સાંજેલી ૧૦ મી.મી. અને સિંઘવડ ૧૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે. દ. ગુજરાત પંથક ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૧૮ મી.મી., ભરૂચ ૩૫ મી.મી., હાંસોટ ૧૩ મી.મી., જંબુસર ૨૫ મી.મી., મઘડિયા ૧૬ મી.મી. અને નેત્રમ ૪૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે. જ્યારે નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડિયાપાડા ૬૪ મી.મી., ગરૂડેશ્વર ૩૩ મી.મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ ૬૭ મી.મી., વાલોળ ૩૪ મી.મી. અને ડોલવણ ૨૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

સુરત જીલ્લાના તાલુકાઓમાં માંડવી અને ઓલપાડ ૧૬ - ૧૬ મી.મી., પલસાણા ૨૬ મી.મી., સુરત સીટી ૬ મી.મી. અને ઉમરપાડા ૧૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે. જ્યારે નવસારી જીલ્લાના તાલુકાઓમાં વાસંદા ૧૭ મી.મી., ડાંગ જીલ્લાના તાલુકાઓમાં ૭ મી.મી. તથા વલસાડ જીલ્લાના તાલુકાઓમાં કપરાડા ૧૬ મી.મી. અને ઉમરગામ ૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.  આ લખાય રહ્યુ છે ત્યારે સવારે ૧૦ કલાકે સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ સહિત દ. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સૂર્યદેવ આકરા મિજાજમાં જણાઈ રહ્યા છે.

(11:34 am IST)