Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સુરતના મહુવામાં 9 ફૂટ લાંબા મહાકાય અજગરે બકરીને મોઢામાં દબોચી લીધી :ગ્રામજનોમાં ફફડાટ

એનિમલ ટીમે અજગરને પકડી લેતા ગ્રામજનો ભયમુક્ત

તાપી: સુરત જિલ્લાના મહુવા ગામે સોમવારના એક મહાકાય અજગરે બકરીને પકડી લેતા ગ્રામજનોમાં ફફડાટ મચી ગયો હતો. સ્થાનિકોએ પાલતુ બકરીને અજગરના મોઢામાંથી બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ બકરી ન છૂટતા સ્થાનિકોએ બારડોલીના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યોને જાણ કરતા તેઓની ટીમે તાત્કાલિક પહોંચી 9 ફૂટ લાંબા અજગરને પકડી પાડી ગામ લોકોને ભયમુક્ત કર્યા હતા.

સુરત જિલ્લાનો છેવાડાનો તાલુકો એટલે મહુવા તાલુકો જે જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. સોમવાર સાંજના સમયે મહુવા ગામમાં અચાનક રહેણાક વિસ્તારમાં એક મહાકાય અજગર આવી ચડ્યો હતો. અને ઘરના પાછળના ભાગે ચારો ચરી રહેલી એક બકરીને દબોચી લીધી હતી. બકરીએ અજગરના મુખમાંથી બચવા ઘણા ધમપછાડા કર્યા હતા અને બકરીનો અવાજ સાંભળી સ્થાનિક લોકો એકત્ર થઈ બકરીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

(9:05 pm IST)