Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

હિંમતનગર પાલિકાએ 6150 કિલો તુવેરના જથ્થાનો નાશ કર્યો

ત્રણ મહિના પહેલા જપ્ત કરાયેલ જથ્થાનો રિપોર્ટ નેગેટિવ આવતા તમામ જથ્થાનો નાશ કરાયો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં ત્રણ મહિના પહેલા પાલિકાએ લીધેલા તુવેરના સેમ્પલનો રીપોર્ટ આવતા 6,150 કિલો તુવેરનો જથ્થાનો નાશ કરાયો હતો  પાલિકા ઘ્વારા તુવેરદાળના જથ્થાને નાશ કરતી વેળાએ પાલિકા કર્મચારી, પુરવઠા કર્મચારી અને ફુડ વિભાગના કર્મચારી હાજર રહયા હતા.

 આ અંગેની વિગત મુજબ હિંમતનગર ફુડ વિભાગ ઘ્વારા ત્રણેક માસ અગાઉ મહેતાપુરા પ્રાથમિક શાળામાંથી શંકાસ્પદ તુવરનો જથ્થો પકડયો હતો. ઝડપાયેલ શંકાસ્પદ તુવેરનો રીપોર્ટ નેગેટીવ આવતા પાલિકા ઘ્વારા તુવેરના 6,150 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પાલિકા ઘ્વારા અંદાજે રૂ. 5 લાખનો 246 કટ્ટા તુવેરદાળનો જથ્થો ખાડો ખોદી દાટી દેવાયો છે.

 સુત્રોએ જણાવ્યુ હતુ કે, ત્રણેક માસ અગાઉ ફુડ વિભાગ ઘ્વારા ત્રણેક માસ અગાઉ મહેતાપુરા પ્રાથમિક શાળામાંથી ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા. જેનો આજે મંગળવારે રીપોર્ટ નેગેટીવ આવતા ફુડ વિભાગ, પાલિકાના કર્મચારીઓ અને પુરવઠાના કર્મચારીઓ સાથે રાખી જમીનમાં ખાડો ખોદી6,150 કિલો તુવેરનો જથ્થાનો નાશ કરાયો છે. તંત્ર ઘ્વારા તુવેરદાળના સપ્લાયર સામે પણ કાર્યવાહી કરાશે.

(5:38 pm IST)