Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

બાળકોને ઉઠાવી જતા અંગે ખોટી અફવા ફેલાવનારા સામે કાર્યવાહી કરાશે :શંકાસ્પદ વ્યક્તિ સાથે મારકૂટ કરવી નહીં

બાળકોને ઉઠાવી જતી ગેંગ સમજીને લોકોએ માર મારતા અમદાવાદમાં એક મહિલાના મોત બાદ પરિપત્ર બહાર પડાયો

 

અમદાવાદ ;રાજ્યમાં આશરે 10થી વધુ એવા કિસ્સાઓ બહાર આવ્યા છે જેમાં બાળકને ઉઠાવી જવાની શંકાના આધારે મહિલાઓ અને પુરુષોને માર મારવામાં આવ્યો હતો અમદાવાદમાં વાડજમાં બાળકને ઉઠાવી જતી ગેંગની શંકાના કારણે લોકોના ટોળાએ માર મારતા એક મહિલાનું પણ મોત નીપજ્યું છે.અફવાના વધારે પડતા ફેલાવો અને લોકો અફવાને લઇને હિંસક બની રહ્યા છે ત્યારે પોલીસે પણ ગંભીરતા દાખવીને દખલ કરી છે. અમદાવાદ એડિશનલ પોલીસ કમિશનરે અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં લોકોને અપીલ કરી છે કે કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ સાથે મારઝૂડ કરવી નહીં.

 


   એડિશનલ પોલીસ કમિશ્નરે પરિપત્રમાં જણાવ્યું છે કે, કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ સાથે મારઝૂડ કરવી નહીં. લોકોને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવી. બાળકો ઉપાડી જતી ટોળખી અંગે કોઇ માહિતી નથી. પરિપત્ર પ્રમાણે માતા-પિતાએ નાના બાળકોનું ધ્યાન રાખવું, બાળકો માતા-પિતાથી છૂટા પડે તેની તકેદારી રાખી. સાથે સાથે કોઇપણ વાયરલ વીડિયોનો વિશ્વાસ કરવા માટે પણ અપીલ કરી છે. એડિશનલ પોલીસ કમિશ્નરે પરિપત્રમાં પણ જણાવ્યું હતું કે, કોઇપણ ખોટી અફવા ફેલાવશે તેની સામે આઇપીસીની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

(11:22 pm IST)