Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વરસાદની સ્થિતિને લઇને તૈયારીઓની સમીક્ષા થઈ

મુખ્ય સચિવ સિંહ દ્વારા સમીક્ષા

અમદાવાદ,તા.૨૬: રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જેએન સિંહે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને વરસાદ સ્થિતિ અને વહીવટીતંત્રની રાહત-બચાવ કામગીરી માટેની સજ્જતાની સમીક્ષા કરી હતી. અધિક મુખ્ય સચિવ પંકજકુમારની ઉપસ્થિતિમાં આ સમીક્ષા બેઠકમાં વરસાદની સ્થિતિ વિષે જાણકારી આપતાં હવામાન વિભાગના અમદાવાદ ખાતેના ડાયરેક્ટર ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું કે, સોમવારની સાંજે ગુજરાત પર સ્થિત ઓફ શોર ટ્રાફ વિખેરાઈ ગયું છે અને અપર એર સાયકલોનિક સરક્યુલેશન પૂર્વ-મધ્ય ગુજરાતથી મધ્ય ભારત તરફ ફંટાયું છે, પરિણામે વરસાદનું જોર સોમવારની સરખામણીએ ઓછું થયું છે. જોકે તેમણે આગામી ૨૪ કલાકમાં પૂર્વીય મધ્ય ગુજરાતના વિસ્તારો, છોટાઉદેપુર, પંચમહાલ, દ્ધારકા, ઓખા ઉપરાંત કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ચોમાસાની શરૃઆત હોવાથી લગભગ રાજ્યમાં સર્વત્ર છુટાછવાયો વરસાદ પડવાની શક્યતા પણ તેમણે જણાવી હતી.

(9:45 pm IST)