Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ઈડરના રાણીતળાવ નજીક પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ સહીત 5.17 લાખનો મુદામાલ ઝડપ્યો

ઈડર:નાં ગત રાત્ પોલીસની નાકાબંધી ોઇ રાણી તલાવ તરફ ભાગેલી લકઝરી કારને અકસ્માત નડયો હતો. આ અકસ્માતગ્રસ્ત કારમાંથી ૧.૧૬ લાખનો વિદેશી દારૃ મળી આવ્યો હતો. દારૃ મળી આવવાની આ ઘટના અંગે પોલીસે દારૃ તથા કાર મળી ૫.૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ, બે શખ્સો વિરૃધ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો હતો.

પ્રોહિબીશનના આ બે તહોમતદારો પૈકી એક રાત્રિના અંધકારનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. જ્યારે બીજો કારમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેની હાલમાં  સારવાર ચાલી રહી છે.

મળતી વિગતો અનુસાર ગત રાત્રે ઈડર પોલીસની ટીમ નાકાબંધીમાં હતી તેવામાં ચોક્કસ બાતમી મળી હતી કે, ભિલોડા તરફથી આવતી એક સ્કોડા કારમાં વિદેશી દારૃ ભરેલો છે. આ બાતમી બાદ પોલીસની ટીમ ભિલોડા ત્રણ રસ્તા ખાતે ગોઠવાઇ ગઇ હતી. દરમ્યાનમાં બાતમીવાળી કાર આવતાં પોલીસે કારને રોકવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ રોકાવાને બદલે કારચાલકે કારને પૂરઝડપે રાણીતળાવ તરફ ભગાવી મૂકી હતી. જેથી પોલીસે પણ ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. જેમાં રાણી તળાવ નજીક કોઇ કારણસર કાર વળાંકમાં  આવેલ લીંબડાના ઝાડ સાથે ટકરાઇ અકસ્માતગ્રસ્ત થઇ હતી.

(5:48 pm IST)