Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

શામળાજીમાં સર્વોદય આશ્રમ નજીક નોટિસ વગર ઘર દુકાન તોડી પડાતા લોકોએ વિરોધ દેખાડ્યો

મોડાસા:નેશનલ હાઈવે નં.૮ ને છ માર્ગીય બનાવવાના ભાગરૃપે હાથ ધરાયેલ કામગીરી હેઠળ શામળાજીના સર્વોદય આશ્રમ નજીક આવેલ ૭૦ જેટલા રહીશોના ઘર-દુકાન વગર નોટીસે તોડી પડાતાં ઉગ્ર વિરોધ થયો હતો.અને પ્રજાજનોના ભારે વિરોધ વંટોળ વચ્ચે સોમવારે કામગીરી માટે આવેલા કર્મીઓ- અધિકારીઓને પરત ફરવાનો વારો આવ્યો હતો.

મુંબઈ-દિલ્હી વચ્ચેના નેશનલ હાઈવે માર્ગ નં.૮ ને છ માર્ગીય બનાવવા કેન્દ્રિીય માર્ગ-મકાન વિભાગ દ્વારા પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.રતનપુરથી ચીલોડા વચ્ચેના માર્ગ પર હાથ ધરાયેલ આ પ્રોજેકટ હેઠળની કામગીરીમાં પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ના સર્વોદય આશ્રમ પાસેના બ્રીજની આસપાસની મિલકતને તંત્ર દ્વારા વગર નોટીસે તોડી પાડવા હાથ ધરાયેલ કાર્યવાહી સામે રહીશો અને દુકાનદારો એ જબ્બરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો.

(5:48 pm IST)