Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

અમદાવાદના અમરાઈવાડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી

અમદાવાદ:અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક ૨૦ વર્ષની કોલેજીયન યુવતીની કોલેજ પર જઈને તેની પર બળાત્કાર કરી નગ્ન ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપનારા બનેવી વિરૃધ્ધ પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીની બહેને દહેજના ત્રાસથી કંટાળીને સાસરીયા વિરૃધ્ધ ફરિયાદ કરી હતી અને ક્યાંક ચાલી ગઈ હોવાથી બનેવીએ આ કૃત્ય આચર્યું હતું.

અમરાઈવાડીમાં રહેતી આ યુવતી આશ્રમ રોડ સ્થિત એક કોલેજમાં અભ્યાસ કરે છે. તેની બહેનના લગ્ન નવ વર્ષ અગાઊ મેઘાણીનગર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. જોકે તેનો પતિ અને અન્ય સાસરીયા તેને દહેજ માટે શારિરીક અને માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા હતા. આથી તેણે પતિ અને સાસરીયા વિરૃધ્ધ ફરિયાદ કરી હતી.

 

(5:48 pm IST)