Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

અમદાવાદમાં પ્લાસ્ટિક ઉત્પાદનને ત્યાં દરોડા પાડી એક ટનનો જથ્થો ઝડપાયો

અમદાવાદ :મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા પ્લાસ્ટિકના થઈ રહેલા વધુ પડતા ઉપયોગ સામે હાથ ધરાયેલી ઝુંબેશમાં આજે સારી એવી સફળતા મળી છે. ઉત્તર ઝોનમાં નરેશ પ્લાસ્ટિક નામના ઉત્પાદકને ત્યાં ઓચિંતો દરોડો પાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો એક મેટ્રિક ટન જેટલો મોટો જથ્થો મળી આવતા ધંધાકીય એકમની તમામ કામગીરી બંધ કરાવીને આ સીલ મારી દેવાયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હેલ્થ ખાતાની ઝુંબેશ દરમ્યાન અત્યાર સુધી વેપારીઓને ત્યાંથી અમુક કિલોનો જથ્થો જ ઝડપાતો હતો. બીજી તરફ તેના ઉત્પાદકો અમુક રાતના ચાલુ રાખે છે, જ્યારે કેટલાક બપોરના ૧થી ૬ કામ કરીને પછી બે દિવસ કારખાનું બંધ કરી દેતા હતા દરમ્યાનમાં ઇન્ડિયા કોલોની વોર્ડમાં સૈજપુરના કરુણાસાગર એસ્ટેટમાં પાંચ મશીનો સાથે છેલ્લા ત્રણ મહિનાથી પ્લાસ્ટિકના ઝભલા જેવી થેલીઓ બનાવવાની કામગીરી ચાલતી હતી. જ્યાં આજે ઉત્તર ઝોનના હેલ્થ ખાતાના અધિકારીઓ અને ફ્લાઇંગ સ્કોર્ડના કર્મચારીઓએ સાથે મળીને રેડ કરી હતી.

(5:47 pm IST)