Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દહેગામમાં ઓવરલોડ ડમ્પરનું ટાયર ફાટતા નદીમાં ખાબક્યું: એકનું મોત

દહેગામ:માં બેફામ અને બેરોકટોક ચાલતા ટ્રકો દ્વારા અવાર નવાર અકસ્માત થતાં હોય છે. બેલગામ ટ્રક ચાલકો ઓવરલોડ ભરેલા કવોરીના અને માટી ભરેલા ડમ્પરો દહેગામના રસ્તા ઉપર જોવા મળતા હોય છે અને છાસવારે અકસ્માત સર્જાતા હોય છે. એક દિવસમાં વધુ ફેરા મારવાની લાલચમાં બેફામ ચાલતા આ ડમ્પરો પર ક્યારે રોક લાગશે ?

 


સાઠંબાથી કપચી ભરીને નીકળેલા ડમ્પરને મીઠાના મુવાડા પાસે મેશ્વો નદીના પુલ પરથી પસાર થતા સમયે ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કમ્પર નદીમાં જઇને ખાબક્યું હતું. રાતના ર વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં કંડક્ટર સૂતો હતો અને જ્યારે ટાયર ફાટયું ત્યારે ડ્રાઇવર દ્વારા કંડક્ટરને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ તે ચિર નિંદ્રામાં હોવાથી ડ્રાઇવર કૂદી પાડયો અને ડમ્પર પુલની રેલીંગ તોડી નીચે નદીમાં ખાબક્યું હતું જેમાં કંડક્ટરનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ અકસ્માતમાં અરવલ્લી જિલ્લાના રહેવાસી ૨૪ વર્ષીય ભલાજી ચતુરજી ઝાલાનું મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી હતી અને આરોપી ડ્રાઇવર નીતિનકુમાર જીતુભાઇ ચૌધરી રહે.નંદાલી મિયાસના તા.ખેરાલુ, જી.મહેસાણા પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:46 pm IST)