Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

અમદાવાદમાં મેડીકલમાં અભ્યાસ કરતી યુવતી સાથે ફેસબુક ફ્રેન્ડે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં આવેલ સીવિલ હોસ્પિટલની BJ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશમાં નોંધાવી છે. વિદ્યાર્થીની સાથે યુવકે મિત્રતા કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી છે. વિદ્યાર્થીની વચ્ચે ફેસબુક પર યુવકની સાથે મિત્રતા થઇ હતી.

વર્ષ 2015માં હોટલમાં લઇ જઇને વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો અને યુવકે વિદ્યાર્થીનીના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. જેથી મેડિકલની વિદ્યાર્થિનીએ તે યુવક સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. હાલ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:41 pm IST)