Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કપરાડા-વલસાડમાં ૧ર-વાપી-પારડીમાં ૧૦ ઇંચ વરસાદ

ઉત્તર ગુજરાતના ધનસુરામાં ૮-વિજયનગર-૪, વડોદરા-૭ અને કપડવંજ ૪ ઇંચ વરસાદ * ભારે વરસાદની આગાહી-છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલ વરસાદ

વાપી તા. ર૬: આ વર્ષે ચોમાસાની સિઝનના પ્રારંભથીજ મેઘરાજા જાણે વન-ડે બેટીંગનો આરંભ કર્યો હોય તેમ રાજયના અનેક વિસ્તારોમાં અનરાધાર હેત વરસાવી રહ્યા  છે.

રાજયના ર૪ જીલ્લાના ૧ર૬ તાલુકાઓમાં ઝરમર ઝાપટાથી ૧ર ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. કેટલાક વિસ્તારોમાં તો ફરી વળેલ પાણીને પગલે ભારે નુકસાનીની ભીતી પણ સેવાઇ રહી છે.

મેઘરાજા સંઘપ્રદેશના દમણ અને સેલવાસ સીહત દ. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મન મૂકીને વરસ્યા છે. પરંતુ હજુ ઉ.ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કોરો રહેવા પામ્યો છે. પૂર્વ અને મધ્યમ-ગુજરાત પંથકમાં પણ મેંઘો જાણે મુંઝાતો હોય તેમ જણાય છે. જયારે કચ્છ તો હજુ પણ કોરો ધાકડ જ રહેવા પામ્યો છે.

ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડાને જોઇએ હતો...

દ. ગુજરાત પંથમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં નેત્રંગ ૧૮૧ મીમી, વાલિયા ૧૩૬ મીમી, અકલેશ્વર ૮૮ મીમી, ભરૂચ ૩પ મીમી, ઝઘડિયા ર૭ મીમી, જંબુસર ર૩ મીમી અને હાંસોટ રર મીમી વરસાદ નોંધાયેલ છે.

તાપી જીલ્લાના તાલુકાઓમાં નિઝર ૪૭ મીમી, સોનગઢ ૬ર મીમી, ઉચ્છલ ૧૦૭ મીમી, વાલોળ ૧૦૬ મીમી, વ્યારા પર રમીમી અને ડોલવણ ૧૭૧ મીમી, તો નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડીયાપાડા ૬૬ મીમી, ગરૂડેશ્વર ૮૮ મીમી, નાંદોદ ૪૭ મીમી, સાગરબાર રપ મીમી અને લીલકવાડા પ૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે સુરત જીલ્લાના તાલુકાઓમાં માંગરોળ ૧૭૪ મીમી ઉમરપાડા ૧પ૬ મીમી, પલસાણ ૪૯ મીમી, અને સુરત સીટી ૩૮ મીમી તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૧૪૩ મીમી, સુબીર ૧૩૩ મીમી અને વધઇ રર૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૧પર મીમી, ખેરગામ ૧૬૮ મીમી, વાંસદા ૧ર૭ મીમી, ગણદેવી પ૮ મીમી, જલાલપોર ૩૧ મીમી, અને નવસારી ૩૦મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ર૧પ મીમી, કપરાડા ર૯૪ મીમી, પારડી ર૪૦ મીમી, ઉમરગામ ર૦૮ મીમી, વલસાડ ર૮૮ મીમી, અને વાપી રપ૧ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

ઉત્તર ગુજરાત પંથકમાં આશરે રપ જેટલા તાલુકાઓમાં જ વરસાદ નોંધાયો છે. જેમાં મુખ્યત્વે સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૬૯ મીમી, ઇડર રર મીમી અને ખેડબ્રહ્મા ૩પ મીમી, પાંસીના ૩૪ મીમી, વડાલી ૧૩ મીમી અને વિજયનગર ૧૦૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત અરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાયડ પપ મીમી, ભાલોડા ૮૭ મીમી, ધનસુરા ર૦૯ મીમી, મેધરજ રર મીમી અને મોડાસા ર૬ મીમી તો ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં ગાંધીનગર ર૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધય ગુજરાત વિસ્તારમાં ખેડા જીલ્લાના તાલુકાઓમાં ગલતેશ્વર પ૯ મીમી, કપડવંજ ૧૦૬ મીમી, કઠલાલ ૪પ મીમી, મહુધા ૬૦ મીમી, નડીયાદ ૪૦ મીમી અને ઠાસરા ૩૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

આણંદ જીલ્લાના તાલુકાઓમાં આણંદ પ૮ મીમી, ઉમરેઠ ૪૯ મીમી, વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઇ ૪ર મીમી, દેશર ૭ર મીમી, કરજણ ૮૩ મીમી, સાવલી ર૭ મીમી, સિનોર ૪૩ મીમી, વાઘોડિયા ૭૬ મીમી અને વડોદરા ૧૮૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં જેતપુર પાવી પર મીમી, છોટા ઉદેપુર ૪૮ મીમી, કવાટ ૪૬ મીમી અને સંખેડા ૪૩ મીમી તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં કલોલ ૬૧ મીમી, જાંબુધોડા ૪૯ મીમી, ગોધરા ૪૬ મીમી, સહેરા ૪ર મીમી, હાલોલ ૪૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલસિનોર ૪૦ મીમી, લુકવવાડા ર૩ મીમી તો દાહોદ જીલ્લાના તાલુકાઓમાં લીમખેડા ૭૩ મીમી, ધનપુર પ૧ મીમી, ફતેપરા ૪૬ મીમી, ગરબડા ૩ર મીમી, દેવગઢ બારીયા ર૮ મીમી અને દાહોદ ર૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે કચ્છ પંથકમાં મેઘરાજાની મહેર ના થતા હજુ પણ અહીં વરસાદ નીલ રહેવા પામ્યો છે.હવામાન ખાતા પાસેથી મળતી માહિતી અનુસાર હજુ પણ આગામી ૪૮ કલાકમાં દ.ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યકત કરાઇ છે.

જામનગર

શહેરનું તાપમાન ૩૦ મહત્તમ, ર૬.૪ લક્ષ્ુતમ, ૭પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૭.૯ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(4:06 pm IST)