Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગુજરાત એનઆરઈ કોકના પ્રમોટર્સને કંપનીને રિવાઈવ કરવા માટે કંપનીઓના કાયદાનો આશાવાદ

તમામ સહયોગીઓને પ્રક્રિયામાં અવાજ સંભળાય તે જરૂરી

 (અમદાવાદ): ગુજરાત એનઆરઈ ગ્રુપની ફલેગશીપ કંપની ગુજરાત એનઆરઈ કોક લિમિટેડ (જીએનસીએલ)નો એવા થોડાક કેસમાં સમાવેશ છે કે જે ભારતમાં કાર્યરત પ્લાન્ટસ અને ૧૨૦૦ થી વધુ કર્મચારીઓ ધરાવે છે અને જેણે સ્વેચ્છાએ ઈન્સોલવન્સી કોડ હેઠળ કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસોસમાં જવાનું પસંદ કર્યું છે. કંપનીના મેનેજમેન્ટનો આ નિર્ણય સમયબધ્ધ પ્રક્રિયા દ્વારા કંપનીને બેઠી કરવાનો સમર્પિત પ્રયાસ છે.

પ્રાઈસ વોટરહાઉસ કૂપર સાથે પરામર્શ કરીને અર્થક્ષમ રિઝોલ્યુશન પ્લાન તૈયાર કર્યા છતાં અને ૧૮૦ દિવસની અંદર ડેડલાઈન પૂરી થાય તે પહેલાં સુપરત કરાયા છતાં તેનું અમલીકરણ ૨૩ નવેમ્બર, ૨૦૧૭ના આઈબીસી ઓર્ડિનન્સ દ્વારા કરાયું નથી. જેથી બજારની પરિસ્થિતિને આધારે વિલકૂલ ડિફોલ્ટર/  ફ્રોડ કરનાર અને પ્રમાણિક પ્રમોટર્સ વચ્ચેનો તફાવત છતો થાય છે. આ સ્થિતિમાં તમામ પ્રમોટર્સ ગૂંચવાડાઓને કારણે કંપનીને બેઠી કરવા માટેના રિઝોલ્યુશન પ્લાન સૂચવવામાં ગેરલાયક ઠરે છે. અર્થક્ષમ અને ચાલુ કંપની હોવા છતાં આઈબી કોડની આકરી ટાઈમ લાઈનને કારણે કંપનીએ લિકવીટેશનમાં જવું પડ્યું છે. પરંતુ સૌ પ્રથમવાર કાનૂની રીતે માન્ય એનસીએલટીની કોલકત્તા બેંચે કંપનીની અર્થક્ષમ બનવાની તાકાત પારખીને લિકવીડેશનનને 'ગોઈંગ કન્સર્ન' ગણાવ્યું હતું.

(3:58 pm IST)