Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગૌ આધારિત ઉદ્યોગોના પ્રચાર અર્થે ડો. કથીરિયા કાલથી અમેરિકાના પ્રવાસે

રાજકોટ તા. ૨૬: પુર્વ કેન્દ્રીયમંત્રી ગુજરાત રાજયના રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી ૪-૪ વાર ભારતની સંસદમાં ચૂંટાયેલા, સમાજસેવાને વરેલા, વ્યવસાયે પ્રતિષ્ઠિત કેન્સર સર્જન એવા ડો. વલ્લભભાઇ કથીરિયા કાલે તા. ૨૭ જુનથી ૧૦ જુલાઇ સુધી અમેરિકાના પ્રવાસે જઇ રહયા છે.

સાંસદ તરીકેની શ્રેષ્ઠ કામગીરી બાદ, ગુજરાતમાં ગૌસવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષપદે રહી ગૌસેવાના વિવિધ પાસાઓ જેવા કે ગૌરક્ષા, ગૌપાલન, ગૌસંવર્ધન, ગૌ આધારિત સજીવ કૃષિ, આરોગ્ય, પર્યાવરણ દ્વારા શ્રેષ્ઠ સમાજરચના, આર્થિક ઉત્કર્ષ, મહિલા અને યુવા સ્વરોજગાર તેમજ સ્વાવલંબન અને ગ્રામ્ય વિકાસને જોડી ડો. કથીરિયાએ ગાય દ્વારા સર્વાગીણ વિકાસનો નવો ક્રાંતિકારી વિચાર ગુજરાતમાં કાર્યાન્વિત કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે.

ડો. કથીરિયા તેમના પ્રવાસની શરૂઆતમાં ન્યુ જર્સીમાં ''લાઇફ ગ્લોબલ''ના લોચીંગ પ્રોગ્રામમાં તા. ૨૭ જુનના રોજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તા. ૨૮ જુનથી ૪ જુલાઇ દરમ્યાન ન્યુ જર્સી, ન્યુયોર્ક, કેનેટીકા, પેન્સીવીનીયા પ્રોગ્રામમાં વિવિધ એન.આર.આઇ. ગુજરાતી સમાજ અને ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી કાર્યક્રમોમાં વકતવ્યો આપશે.

તા. ૫ જુલાના '' APPI - અસોસીએશન ઓફ અમેરિકન ફીજીશીયન્સ ઓફ ઇન્ડિયન ઓરીજીન'' ના વાર્ષિક કન્વેશનનાં ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કી નોટ સ્પીકર તરીકે વકતવ્ય આપશે.

પ્રવાસ દરમ્યાન ગૌ આધારિત ઉદ્યોગો (Cow based Industries) કે જે હજુ સુધી વણખેડાયેલું ક્ષેત્ર છે, તે ક્ષેત્રમાં યુવા સાહસિકો માટે ઉદ્યોગોની વિપુલ તકો છે. ગુજરાતની ગીર અને કાંકરેજ ગાયોનું બાયો ટેકનોલોજી દ્વારા સંવર્ધન, -ખ્૨ દૂધનું માર્કેટીંગ અને વેલ્યુ એડીશન, ગૌમુત્ર અને ગોબર (-Cow Urine& Cow dung) માંથી બાયોપેસ્ટીસાઇડ-બાયો ફર્ટિલાઇઝર, મેડીસીન તેમજ બાયોગેસ-વીજ પ્લાન્ટસ, જૈવીક ખેતી (-Organic farming),-Animal Hoste- કામધેનુ છાત્રાલય -RFID જેવા વિષયો પર રોકાણ માટે એન.આર.આઇ. ગ્રુપોને આહવાન કરશે.

ડો. કથીરિયા તા. ૬-૭-૮ જુલાઇ કેલીફોર્નિયાના લોસ એન્જલસના ઓન્ટારીયોમાં સોૈરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજના દ્વિવાર્ષિક સંમેલનમાં ઉપસ્થિત રહી ગુજરાતમાં ગૌ આધારિત ઉદ્યોગો અને ઓર્ગેનિક ફાર્મિગ અંગે વકતવ્ય આપશે. પ્રવાસનાં અંતે તા. ૯ અને ૧૦ જુલાઇ સાન ફ્રાંસિસ્કો મુકામે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી એન.આર.આઇ. સમુદાયને સંબોધન કરશે.

ડો. કથીરિયા માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિવિધ ફલેગશીપ યોજનાઓ, આર્થિક અને સામાજિક સુધારાઓ તથા રાષ્ટ્રીય ગૌરવ બાબતે પણ વાર્તાલાપ કરશે.

ગુજરાત સરકાર વતી ડો. કથીરિયા આગામી વાઇબ્રટ ગ્લોબલ ગુજરાત સમીટ અને પ્રવાસી ભારતીય દિવસ તથા ઇન્વેટર્સ સમીટમાં પધારવા આમંત્રણ પાઠવશે.

આ સમગ્ર પ્રવાસ દરમ્યાન ડો. કથીરિયાની સાથે રાજકોટના પ્રખ્યાત યુરોલોજીસ્ટ અને બી.ટી. સવાણી કીડની હોસ્પિટલના આદ્ય સ્થાપક ટ્રસ્ટી ડો. પ્રદીપ કણસાગરા (+૧૯૦૯ ૫૨૫ ૬૧૧૫) ભાસ્કર સુરેજા, (+ ૧ ૮૬૦ ૭૯૮ ૨૮૮૬), સાન ફ્રાંસિસ્કો સ્થિત ડો. જસુભાઇ પટેલ (૮૦૫-૮૦૧-૫૨૦૮) કાર્યક્રમનું સંકલન કરી રહયા છે.

(3:49 pm IST)