Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: મધ્યગુજરાતને પણ ધમરોળ્યું :ઉત્તર ગુજરાતને પણ યાદ કર્યું :સૌરાષ્ટ્ર વિસરાયું

વાપી, વલસાડ ઉમરગામ અને સુરતમાં બઘડાટી બોલાવી :વડોદરા અને મહેસાણા પંથકમાં માં પણ વરસ્યો :બનાસકાંઠા,સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હેત વરસાવ્યું

 

રાજકોટ :મહારાષ્ટ્રમાં બઘડાટી બોલાવીને મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને સૌથી પહેલા દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાખ્યુ હતું  દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ ઉમરગામ સુરત સહિતના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા કે સર્વત્ર જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી દક્ષિણ ગુજરાતને પાણી પાણી કર્યા બાદ મેઘરાજાની સવારી મધ્યગુજરાતમાં પણ આવી પહોંચી હતી. જેમાં મધ્યગુજરાતના વડોદરા સહિતના સમગ્ર પંથકમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરી છે.

  મેઘરાજાએ ગુજરાતમાં જ્યારે સાર્વત્રિક મહેર કરી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મહેર કરતા અરવલ્લીના ધનસુરામાં સટાસટી બોલાવી અને 1 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો. જેના કારણએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આમ સમગ્ર ગુજરાતમાં એક માત્ર સૌરાષ્ટ્ર કચ્છને મેઘરાજા ભૂલી ગયાનો ઘાટ સર્જાયો હતો .

 

(9:20 am IST)