News of Monday, 25th June 2018

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજીભાઇ બાવળીયા ભાજપમાં જોડાઈ જવાની અટકળો :સુરેંદ્રનગરમાંથી ભાજપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા

રાજકોટઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાન કુંવરજીભાઇ બાવળીયા ભાજપમાં જોડાઈ જવાની અટકળો તેજ બની છે ચર્ચાતી વિગત મુજબ કુંવરજીભાઇ બાવળીયા ભાજપમાં જોડાઈ જવાની આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત કરશે વધુમાં એવી પણ વાતો આવી રહી છે કે કુંવરજીએ પોતાના ખાસ લોકો સાથે આ મામલે ચર્ચા વિચારણા કરી છે. ભાજપમાં જોડાવાના આડકતરા સંકેત પણ આપ્યા છે. કુંવરજી ભાજપમાં જોડાઈ ગયા બાદ ભાજપના કોળી નેતા તરીકે પ્રમોટ કરશે.

   દરમિયાન એવી પણ ચર્ચા જાગી છે કે  આગામી લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ મામલે ભાજપ સાથે ચર્ચા વિચારણા પણ થઈ ગઈ છે.

(12:42 am IST)
  • રાત્રે 12 વાગ્યે રાજકોટમાં વરસાદ શરુ :મોડીરાતે મેઘરાજાએ હાઉકલી કરી ;કેટલાય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા ;વાતાવરણમાં ઠંડક પ્રસરી :મેઘો મન મૂકીને મંડાઈ તેની જોવાતી રાહ access_time 12:15 am IST

  • અમદાવાદ કોંગ્રેસમાં ભડકો :નવા પ્રમુખ જાહેર થતા દાવેદાર નીરવ બક્ષીનું તમામ હોદ્દા પરથી રાજીનામુ :અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શશિકાંત પટેલની પસંદગી બાદ નિરવ બક્ષી નારાજ : તેમણે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ફગાવ્યું access_time 1:15 am IST

  • સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર કરનાર મેઘરાજાએ લીધો વિરામ : સવારથી જ ઉઘાડ : સૂર્યનારાયણે દર્શન દિધા : લોકોમાં રાહત : સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, નર્મદા, ઉંમરગામ સહિતના વિસ્તારોમાં સવારથી વાતાવરણ ચોખ્ખુ : જનજીવન રાબેતા મુજબ access_time 4:01 pm IST