Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વડોદરામાં બે કલાકમાં ત્રણ ઇંચ ધોધમાર વરસાદ :અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા ; વાઘોડિયામાં અઢી ઇંચ ખાબક્યો

 

વડોદરાઃ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બે કલાકમાં અનરાધાર ત્રણ ઇંચ જેવો ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જબરા વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. પાણી ભરાઇ જતાં વાહનો ફસાઇ ગયા હતા.  વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા

 

 . શહેરમાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. કોર્પોરેશનમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની ઓફિસમાં પાણી ભરાઇ ગયા છે. નવી કોર્ટ સંકુલમાં પણ પાણી ભરાયા છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. શહેરના ગોત્રી અને ચાર દરવાજા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા છે. વાઘોડિયામાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.

(12:27 am IST)