Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠક જીતવા ભાજપનો એક્શન પ્લાન તૈયાર :ચિંતન શિબિરમાં ઘડાઈ રણનીતિ

સૌથી વધુ લોક સંપર્ક અને સામાજિક સમરસતા ઉપર ધ્યાન આપશે ;વોટ શેર વધારવા પણ માઈક્રોપ્લાનીંગ

ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠક જીતવા ભાજપનો એક્શન પ્લાન તૈયાર :ચિંતન શિબિરમાં ઘડાઈ રણનીતિ

 

ગાંધીનગરઃગુજરાતની લોકસભાની તમામ 26 બેઠક હાંસલ કરવા ભાજપે એકશન પ્લાન તૈયાર કર્યો છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે ભાજપની ચિંતન શિબિરમાં હાજરી આપીને જીતની રણનીતિને પાકી બનાવવા માટે પ્રયાસો કર્યા હતા પાર્ટી વખતે સૌથી વધુ લોક સંપર્ક અને સામાજિક સમરસતા ઉપર ધ્યાન આપશે. સાથે દલિત,ઓબીસી અને સવર્ણોને  હિન્દુત્વની છત નીચે એક થાય તો વોટ શેર વધશે બાબત અને પેજ પ્રમુખ જેવી વ્યવસ્થાને મજબૂત કરીને એક એક મતદાર ભાજપ તરફ આકર્ષાય માટે માઈક્રો પ્લાનીંગ કરાયું છે 

(12:16 am IST)
  • સૌરાષ્ટ્ર- કચ્છ- સબ હીમાલય- પશ્ચિમ બંગાળ- સિક્કીમમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહીઃ કોકણ, ગોવા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ, ત્રીપુરા, ઓડીસા, કર્ણાટકના અમુક ભાગો, દક્ષીણી આંધ્રપ્રદેશના તટવર્તીય વિસ્તારો, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ અને બિહારમાં પણ અતિ ભારે વરસાદ પડે તેવી શકયતા દક્ષીણ ઉત્તર પ્રદેશમાં ધૂળનું તોફાન- થન્ડર સ્ટ્રોમ આવી શકે છે જયારે ઉત્તરપ્રદેશના પૂર્વીય વિસ્તારોમાં કરા સાથે થન્ડર સ્ટ્રોમ આવવાની સંભાવના છે access_time 11:11 am IST

  • જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓ પર સકંજો કસવા સરકારની તૈયારી :અલગાવવાદી નેતા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે :ટેરર ફંડિગ અને મનીલોન્ડ્રિંગમાં કથિત રીતે સંડોવાયેલા નેતાઓનું આવી બનશે :NIA અને ED દ્વારા સંયુક્ત કાર્યવાહી થશે access_time 1:01 am IST

  • યુએનમાં અમેરિકી દૂત બન્યા બાદ નીક્કી હેલી પ્રથમવાર ભારતમાં :બે દિવસીય પ્રવાસમાં ભારતીય ઉદ્યોગપતિઓ,વરિષ્ઠ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત : ટ્રમ્પ પ્રશાસનમાં મુખ્ય દરજ્જો રાખનારી ભારતીય અમેરિકી નિક્કી અને ભારતીય અધિકારીઓ વચ્ચે વાતચીતના પ્રમુખ મુદ્દામાં ભારત-અમેરિકા રણનીતિક સંબંધ અને મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાક્રમ સામેલ થશે access_time 12:40 am IST