Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વડોદરામાં પાણીમાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત ;કાર પાર્ક કરીને નીચે ઉતરતી વેળાએ પાણીમાં પગ મુકતા જ વીજકંરટ

ઓલ માઈટી એવન્યુ સોસાયટીમાં કરુણાંતિકા સર્જાઈ :સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા

વડોદરામાં પાણીમાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત ;કાર પાર્ક કરીને નીચે ઉતરતી વેળાએ પાણીમાં પગ મુકતા જ વીજકંરટ

 

વડોદરાઃ વડોદરામાં એક તરફ વરસાદે મહેર કરી છે ત્યારે બીજીતરફ અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે વડોદરામાં જીઈબીના થાંભલામાંથી કરંટ લાગતા બે લોકોના મોત નિપજ્યા છે. ઘર પાસે કાર પાર્ક કરીને નીચે ઉતરતી વખતે વીજ કરંટ લાગ્યો છે. પાણીમાં કરંટ હોવાથી બે લોકોને નીચે પગ મુકતા કરંટ લાગ્યો હતો અને તેમના મોત નિપજ્યા છે

 

  જાણવા મળ્યા મુજબ ઘટના રાજેશ ટાવર પાસે આવેલા ઓલ માઈટી એવન્યુ સોસાયટીમાં બની છે. જ્યાં કરંટ લાગવાથી એક મહિલા અને એક પુરૂષનું મોત થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા. લોકોમાં જીઈબીની બેદરકારી સામે રોષ જોવા મળ્યો છે. પાણીમાં કરંટ હોવાથી અંગેની ફરિયાદ જીઈબીને કરાઈ હતી પરંતુ તેમ છતાં પાવર બંધ કરતા ઘટના બની હોવાનું લોકો કહી રહ્યા છે.

(12:13 am IST)
  • હવે મદ્રેસાના શિક્ષણમાં ફેરફારની તૈયારી :શિક્ષણ સંસ્થાઓને મદરસા બોર્ડ અથવા સ્ટેટ બોર્ડ પાસેથી પરવાનગી લેવી ફરજિયાત બનાવાશે :માનવ સંસાધન મંત્રાલય (HRD) મદરસા શિક્ષામાં ફેરફાર કરવાની યોજના :મદરસાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાનું શિક્ષણ આપવાનો ધ્યેય access_time 1:10 am IST

  • જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓ પર સકંજો કસવા સરકારની તૈયારી :અલગાવવાદી નેતા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે :ટેરર ફંડિગ અને મનીલોન્ડ્રિંગમાં કથિત રીતે સંડોવાયેલા નેતાઓનું આવી બનશે :NIA અને ED દ્વારા સંયુક્ત કાર્યવાહી થશે access_time 1:01 am IST

  • એર હોસ્ટેસમાંથી પાયલટ બનેલી મહિલા બ્રીથ એલાઈઝરની તપાસમાં નશામાં હોવાનું નોંધાયું : ટેક ઑફ પહેલા કરાયેલ તપાસમાં કો-પાયલટ નશામાં ધૂત :કો-પાયલટને બેંગાલુરુથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટ (AI 583) પર જવાનું હતું પણ ઉડાન પહેલા નોંધાયું કે પાયલટ પ્લેન ઉડાવવાની હાલતમાં નથી.:3 મહીના માટે સસ્પેન્ડ access_time 12:58 am IST