Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ :સરસપુર વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત

પશ્ચિમમાં સેટેલાઇટ, જોધપુર, એસજી હાઇવે, ચાંદખેડા, સાબરમતી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ;પૂર્વમાં મણીનગર, વટવા, અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠુ

અમદાવાદ શહેરમાં ઢળતી સંધ્યાએ લગભગ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો . પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. ભારે પવન અને ગાજવીજ સાથે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પશ્ચિમમાં સેટેલાઇટ, જોધપુર, એસજી હાઇવે, ચાંદખેડા, સાબરમતી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો પૂર્વમાં મણીનગર, વટવા, અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠુ પડ્યું હતુ.

  શહેરમાં ભારે પવન ફુંકાવાની સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જેમા સરસપુર વિસ્તારમાં ભારે પવન ફુંકાતા સરસપુરમાં વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિ પર પડ્યુ હતુ. સરસપુરના ડૉક્ટર ગોદાણી સર્કલ પાસે વ્યક્તિ પર વૃક્ષ પડતા તેનુ મોત નીપજ્યુ હતુ

   
(10:14 pm IST)