Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વડોદરામાંદર્દીઓના ભોજનમાં રખડતા શ્વાન દ્વારા મોઢું મારવાના કેસમાં કોન્ટ્રાક્ટર એજન્સીના કર્મચારી સસ્પેન્ડ

સયાજી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડિંગમાં દર્દીઓના ભોજનમાં શ્વાન મોઢું નાખતો હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

વડોદરામાં દર્દીઓના ભોજનમાં રખડતા શ્વાન દ્વારા મોઢું મારવાના વાયરલ વીડિયોના કેસમાં હવે સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ કાર્યવાહી કરી છે. હોસ્પિટલ અધિક્ષકે તપાસ સમિતિના રિપોર્ટ બાદ હોસ્પિટલમાં ભોજન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર એજન્સીના કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે સયાજી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડિંગમાં દર્દીઓના ભોજનમાં શ્વાન મોઢું નાખતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર ઘટના સપાટી પર આવતા સયાજી હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયરએ કરી હતી તપાસ સમિતિની રચના કરી હતી. સાથે જ કોન્ટ્રાકટર ડી.જી. નાકરાણીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે હોસ્પિટલમાં રખડતું શ્વાન કેવી રીતે ઘુસ્યું. કેમ સિક્યોરિટીના ધ્યાને આ ક્ષતિ ન આવી. શું હોસ્પિટલ સત્તાધીશો સુરક્ષામાં ખામી મુદ્દે કાર્યવાહી કરશે.

(7:43 pm IST)