Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વડોદરાના બિલ ચાપડ રોડ નજીક બે મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3 લાખથી વધુની મતાની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: બિલચાપડ રોડ પર આવેલા વુડ્સ કેપ વિલાના બે મકાન ને નિશાન બનાવી ચોર ટોળકી ૩ લાખ ઉપરાંત ની મત્તા ચોરી ગઈ હતી .પરિવાર ઘરમાં હોવા છતાંય ચોરી થતા  વિસ્તારમાં ભયનો માહોલ છે.

બિલ ચાપડ રોડ પર વુડ્સ કેપ વિલામાં રહેતા જીતેન્દ્ર રાજેન્દ્રભાઈ વિશ્વકર્મા મંજુસર  લામડાપુરા ખાતે ફેક્ટરી ચલાવે છે .ગત ૨૩ મી તારીખે રાત્રે તેઓ જમી પરવારીને ગ્રાઉન્ડ ફ્લોર પર ટીવી જોતા હતા . ત્યારબાદ રાત્રે પોણા બાર  વાગ્યે તેઓ પરિવાર સાથે સૂઈ ગયા હતા .રાત્રે બે વાગ્યે તેમની માતાને કંઈક અવાજ આવતા તેઓ જાગી ગયા હતા .અને પુત્રને બૂમ પાડીને બોલાવતા જીતેન્દ્રભાઇ પણ જાગી ગયા હતા .તેઓ  ઉપરના માળેથી નીચે ઉતરીને આવ્યા હતા .નીચેના દરવાજાને બહારથી મારેલી સ્ટોપર ખોલી ઘરમાં તપાસ કરતા બેડરૃમમાં આવેલી લોખંડની તિજોરી ખુલ્લી હતી. અને નાની તિજોરી કોઈ સાધન વડે તોડી નાખેલી હતી .તપાસ કરતા રસોડાના ભાગે આવેલી બારીનો સ્લાઈડીંગ દરવાજો ખોલી ચોર ટોળકી અંદર ઘુસી હોવાનું જણાયું હતું .ઘરમાં તપાસ કરતા ચોર ટોળકી  રોકડા ૨૫ હજાર તેમજ  સોના ચાંદીના દાગીના મળીને ૩.૦૫ લાખની મત્તા  ચોરી ગઈ હતી .તેમજ તેમના મકાનની બાજુમાં રહેતા રજતભાઈ મિશ્રાના મકાનમાંથી પણ ચોર ટોળકી  ૩ હજાર રોકડા લઈ ગઈ હતી.

(6:51 pm IST)