Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અમદાવાદના વાતાવરણમાં પલટો :ભારે પવન સાથે વાદળછાયુ વાતાવરણ: કેટલાક વિસ્તારોમાં વરસાદ

વાદળછાયુ વાતાવરણ વચ્ચે વાદળોના ગરજવાની સાથે ભારે પવન ફુંકાઈ રહ્યો છે

અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમા વાદળોના ગરજવાની સાથે ભારે પવન ફુંકાઈ રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારમે વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી કરી હતી. તારીખ 28 અને 29 મે ના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં પવન સાથે વાદળછાયુ વાતાવરણ બન્યુ છે.

(6:48 pm IST)