Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સુરતના મહિલા પ્રોફેસર આપઘાત કેસનું કનેકશન પાકિસ્‍તાનઃ છુપાવેશે આંધ્રપ્રદેશમાંથી મુખ્‍ય આરોપી જુહી સલીમ શેખની ધરપકડ કરતી પોલીસ

મુખ્‍ય આરોપી પાકિસ્‍તાનના લાહોરથી ઝુલ્‍ફીકાર સાથે સીધા સંપર્કમાં હોવાનું ખુલ્‍યુ

સુરત: જહાંગીર પૂરાની મહિલા પ્રોફેસરના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવી લીધા બાદ આપઘાત પ્રકરણમાં સુરત પોલીસ જેટલું અંદર ઉતરી રહી છે તેટલા જ નવા નવા ખુલાસો સામે આવી રહ્યા છે  પોલીસે આ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા બાદ પાકિસ્તાન સાથે સીધા જ સંપર્કમાં રહેતી અને રૂપિયા પહોંચાડતી મુખ્ય મુસ્લિમ મહિલાને આંધ્ર પ્રદેશની ઝડપી પાડી છે. આ મહિલાને પકડવા માટે પોલીસે પ્રયુક્તિ વાપરવી પડી હતી. રાંદેર પોલીસની બે મહિલા અને ચાર પુરુષ કર્મચારી ની ટીમ આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ બનીને પહોંચી હતી. બે દિવસ મુસ્લિમ પહેરવેશમાં મહિલાના ઘર આસપાસ રિકી કર્યા બાદ તેના ઘરમાં પ્રવેશી તેને દબોચી લીધી હતી.

સુરતના જહાંગીરપુરા ની મહિલા પ્રોફેસર આપઘાત કેસમાં રાંદેર પોલીસ જેટલી ઊંડે ઉતરી રહી છે તેટલા જ નવા નવા ચોકાવનારા ખુલાસાઓ અને તથ્યો બહાર આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રામદેવ પોલીસે આ કેસમાં ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. લોકોને મૂર્ફ કરેલા ન્યુડ ફોટો મોકલી લોનના રૂપિયા ભરવાના બહાને ધમકાવીને રૂપિયા પડાવી રહી છે. તેમાં ઊંડાણપૂર્વકની તપાસ થતા આ કેસમાં સીધુ પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે.

પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ પાકિસ્તાન ના લાહોર થી ઝુલ્ફીકાર નામના વ્યક્તિ સાથે ભારતમાં આંધ્રપ્રદેશની મુસ્લિમ મહિલા મોહમ્મદ જુહી સલીમ શેખ સીધી સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. જેને પકડવા સુરતની રાંદેર પોલીસની 6 પોલીસ કર્મીઓ સાથેની ટીમ આંધ્ર પ્રદેશ જવા રવાના થઈ હતી અને પાકિસ્તાનથી ભારત વચ્ચેની મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવી હતી.

અગાઉ બિહાર ખાતેથી ઝડપાયેલા આરોપી ની પૂછપરછમાં જુહી શેખનું નામ બહાર આવ્યું હતું. દરમિયાન જૂની શેખનું પોલીસે લોકેશન મેળવતા આંધ્ર પ્રદેશના વિજય વાળા સ્ટ્રીટમાં પંજા સેન્ટર ખાતે રહેતી હોવાનું સામે આવ્યું હતું.જેથી તેને પકડવા માટે રાંદેર પોલીસની છ પોલીસ કર્મચારીની ટીમ ટ્રેન મારફતે આંધ્ર પ્રદેશ જવા રવાના થઈ હતી. અને પોલીસના ચાર પુરુષ કર્મચારી અને બે મહિલા પોલીસ કર્મચારી મળી 6 પોલીસ કર્મચારીએ જુહીના બેંક ડીટેલ્સ ના આધારે આંધ્ર પ્રદેશના વિજય વાળા ખાતે આવેલા ડ્રેઇન સ્ટ્રીટ ઇસ્લામ પેટા ખાતે તેના નિવાસ સ્થાને વેશ પલટો કરીને પહોંચી હતી. દરમિયાન તેના ઘરેથી તે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી સુરત લઈ આવી પૂછપરછરી હતી.

રાંદેર પોલીસના છ પોલીસકર્મીઓમાં ચાર પુરુષ પોલીસ કર્મી અને બે મહિલા પોલીસ કરમી હતી. મુખ્ય સૂત્રધાર મહંમદ જુહી શેખનું લોકેશન મળતા ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે આ આખો વિસ્તાર મુસ્લિમ સમુદાયનો છે. આ મહિલા આરોપી સાથે કોણ કોણ સંકળાયેલું છે અને તેની કઈ રીતની સ્થાનિક વિસ્તારમાં પહોંચ છે એનાથી પોલીસ અજાણ હતી. જેથી મહિલા સુધી પહોંચવા પોલીસે પોતાની ઓળખ છુપાવી ખૂબ જરૂરી હતી. જેથી તમામ પોલીસકર્મી ની ટીમ એક સાથે મળી એક પ્રયુક્તિ વાપરી હતી. તમામ પોલીસ કર્મચારી પોતાની સાચી ઓળખ બદલીને મુસ્લિમ પહેરવેશ ધારણ કરી તપાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

આરોપીને પકડવા અમારી છ પોલીસ કોન્સ્ટેબલની ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંની સ્થિતિ જોતા પોલીસની ઓળખ છુપાવી ખૂબ જરૂરી લાગતું હતું. જેથી સ્થાનિક લોકોને પોલીસ અહીં તપાસ કરી રહી છે તેવી ગંધ ન આવે જેથી આરોપી સચેત થઈ જાય તે માટે તમામ પોલીસ કર્મી સ્થાનિક વિસ્તાર પ્રમાણેનો મુસ્લિમ સમુદાય મુજબનો પહેરવેશ પહેરી વેશ ધારણ કર્યો હતો. અને સતત ત્યાં પહોંચ્યા બાદ બે થી ત્રણ દિવસ મળેલ માહિતી મુજબના વિસ્તારની રેકી કરી હતી.

કોણે કયા નામથી કિરદાર ભજવ્યો

    અ.હે.કો. વિપુલભાઈ શાંભાભાઈ કંટારીયા બ.નં. 787 - મોહમ્મદ નસરુદ્દીન

    અ.પો. કો.અર્જુનભાઈ રાઘુભાઈ ચોસલા બ.નં. 2403 - મોહમ્મદ આસિફ

    અ.પો.કો. ભાવિનભાઈ ગોવર્ધનભાઈ ઝાંઝમેરા બ.નંબર. 1337 - મોહમ્મદ તાલીબ

    આ.પો.કો. લાલજીભાઈ વલ્લભભાઈ વાઘેલા બ નંબર 3982 - મોહમ્મદ લતીફ

    વુ.આ.પો.કો. મહેશ્વરીબેન નટવરભાઈ આંજડા બ.નંબર 4395 - મોહમ્મદ મૌસમ

    વુ.આ.પો.કો. નયનાબેન બાબુભાઈ જાખોતરા બ નંબર 4419 - મોહમ્મદ નાઝીરા

રાંદેર પોલીસે ઝડપી પાડેલ જુહી ની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી પોલીસે જોઈને ધરપકડ કર્યા બાદ તેની પાસેથી બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા અને બે બેંકની પાસબુક કબજે કરી હતી જેમાંથી અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જે આધારે ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે પકડાયેલ મહિલા આરોપી જુહી હાઇ પ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે મુખ્ય પાકિસ્તાન સાગરિત તથા સહ આરોપીઓ સાથે કોઈને કોઈ પ્રકારે સંપર્કમાં રહીને દેશના નિર્દોષ અને ભોળા લોકોને લોનના હપ્તા ભરવા અંગે ફસાવતી હતી અને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા પડાવતી હતી.

ડીસીપી હર્ષદ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે જુહીને પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી મળી હતી. અગાઉ પકડાયેલ ત્રણ આરોપી પાસેથી મળી આવેલ માહિતી શંકા ને આધાર પર હતી પરંતુ જૂની પકડાઈ જતા તે તમામ માહિતી સત્ય સાબિત થઈ હતી. પકડાયેલ મહિલા આરોપી જુહી પાકિસ્તાનના મુખ્ય સાગરીત ઝુલ્ફીકાર સાથે સીધી સતત સંપર્કમાં રહેતી હતી. તે ઉપરાંત જુહી પોતાના બયનાન્સ એપ્લિકેશન એકાઉન્ટ મારફતે ભોગ બનનારના પૈસાની યુએસડીટી ખરીદ કરી આ યુએસડીટી ઝુલ્ફીકારને તેના જણાવેલ minahilzulfiqar54@gmail.com ઇ-મેલ આઇડી પર usdt કરન્સી ટ્રાન્સફર કરતી હતી.

(5:59 pm IST)