Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વિરોધ પક્ષને માન્‍યતા મળે તો જ સાચી લોકશાહી જળવાય : યશવંત જનાણી

રાજકોટ તા. ૨૬ : લોકશાહી મુલ્‍યોની રક્ષા માટે ગુજરાત વિધાનસભામાં જવાબદાર વિરોધ પક્ષને માન્‍યતા આપવા ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરીને ડેમોક્રેટીક એકશન ગ્રુપના રાજકોટના ચેરમેન યશવંત જનાણીએ અનુરોધ કરતા જણાવ્‍યુ છે કે લોકશાસન વ્‍યવસ્‍થાને મજબુત કરવા તેના ચારસ્‍તંભ કારોબારી, લોકસભા, વિધાનસભા અને ન્‍યાયતંત્ર તથા પ્રેસની સ્‍વતંત્રતા મુખ્‍ય છે. પાંચમો આધાર સ્‍તંભ લોકસભા કે વિધાનસભામાં મજબુત વિરોધ પક્ષ હોવો જોઇએ.

વર્તમાન શાસક પક્ષને ગુજરાત વિધાનસભામાં ૧૫૬ જેટલી બેઠકો પર જંગી બહુમતી મળેલ છે. કોંગ્રેસ પક્ષને ૧૭ બેઠકો મળેલ. આમ વિધાનસભામાં કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૦ ટકા બેઠકો મુખ્‍ય વિરોધ પક્ષને મળેલ નથી. તો શું વર્તમાન ગુજરાત વિધાનસભા માન્‍ય વિરોધ પક્ષ વિહોણી રહેશે? વિધાનસભામાં માન્‍ય વિરોધ પક્ષને માન્‍યતા મળે તે દિશામાં યોગ્‍ય પગલા લેવા જોઇએ. તેમ યશવંત જનાણીએ જણાવ્‍યુ છે.

સાથો સાથ રાજકોટના મેયરને પણ પત્ર લખી કોંગ્રેસ પક્ષને માન્‍ય વિરોધ પક્ષ તરીકે માન્‍યતા આપવા અનુરોધ કરેલ છે.

 

(4:31 pm IST)