Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

નિર્મલ જૈને ર૪ વર્ષની ઉંમરે દિક્ષા અંગીકાર કરી

કરોડોની સંપત્તિ-વૈભવી જીવન-સીએની ઉચ્‍ચ ડીગ્રી છોડી

મેરઠ તા. ર૬: ગુજરાતના ધનાઢય ઉદ્યોગપતિના ર૪ વર્ષીય દીકરા નિર્મલ જૈને સમાજની દીક્ષા લઇને સંન્‍યાસનો માર્ગ અપનાવ્‍યો છે. નિર્મલ જૈને ધર્મની પ્રભાવનાને આગળ વધારવા માટે ગૃહસ્‍થ છોલડીને દીક્ષા ગ્રહણ કરી છે. ગુરૂવારે ઉત્તર પ્રદેશના મેરઠમાં દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં જૈન સંત સુમતિ પ્રકાશના સાંનિધ્‍યમાં નિર્મલ જૈને જૈન નગરમાં દીક્ષા લીધી હતી.

ગુરૂવારે બેન્‍ડ બાજા સાથે નિર્મલ જૈનની ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. ગુરૂવારે સવારે નિર્મલ જૈન દીક્ષા મહોત્‍સવ અંતર્ગત ગૃહસ્‍થ ત્‍યાગીને સંન્‍યાસી બની ગયા હતા. જેમાં શોભાયાત્રા શ્‍વેતાંબર મંદિરથી શરૂ થઇ હતી અને જૈન સ્‍થાનક પર જઇને સમાપન થઇ હતી. જેમાં ગુજરાતના વેપારી પુત્ર સીએ નિર્મલ જૈને ગૃહસ્‍થ ત્‍યાગીને સંન્‍યાસી બની ગયા છે. જેમાં દેશ ધર્મની પ્રભાવનાને વધારવા માટે તેઓએ દીક્ષા ગ્રહણ કરી છે.

આ દરમિયાન નિર્મલ જૈને દીક્ષા ગ્રહણ કરવાની સાથે એક મહીનાનું મૌન ધારણ કરી લીધું છે. જેના બાદ પંડીતરત્‍ને ઉપાધ્‍યાય હેમચંદ મહારાજના જન્‍મ શતાબ્‍દી વર્ષના ઉપલક્ષમાં જૈન સ્‍થાનકમાં જૈન ભાગવતી દીક્ષા મહોત્‍સવનું આયોજન કરાયું હતું.

પંડિત રત્‍ન ઉપાધ્‍યાય હેમચંદ્ર મહારાજના જન્‍મ શતાબ્‍દી વર્ષના ઉપલક્ષમાં એસએસ જૈન સભા જૈન નગરના તત્‍વધાનમાં જૈન સ્‍થાનકમાં જૈન ભગવતી દીક્ષા મહોત્‍સવ ઉજવવામાં આવ્‍યોહતો.

સીએથી સંન્‍યાસી બનેલા નિર્મલ જૈને જણાવ્‍યું કે, ધર્મગુરૂઓના સત્‍સંગમાં સતત રહેવાથી મારા વિચારોમાં બદલાવ આવ્‍યો હતો. મન થયું કે, જીવનને પ્રભુના ચરણોમાં અર્પિત કરવાનું છે. ભકિતમાર્ગ જ જીવનનો આધાર છે. તેથી વિચાર્યું કે, હવે સંન્‍યાસ બનવાની રાહ પર ચાલવું છે. તેઓ કહે છે કે, શરૂઆતમાં પરિવારને મારા આ વિચાર વિશે સમજાવવું બહુ જ મુશ્‍કેલ છે. પરંતુ બાદમાં પરિવારે સપોર્ટ કર્યો હતો. પરિવારની શુભેચ્‍છાથી ધર્મમાર્ગને અપનાવવામાં સફળતા મળી છે.

(4:24 pm IST)