Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વાવડી ગામની પટેલ પરિવારની દીકરીનું બ્રેઈન ડેડ થતાં સ્વામી સિધેશ્વરજીની પ્રેરણા થી 7 અંગોનું દાન કરાયું

રાજપીપળા નજીકના વાવડી ગામની લગભગ 17 વર્ષીય દીકરીનું આકસ્મિક મોત થતાં સ્વામી સિધેશ્વરજીની પ્રેરણા થી અંગોનું દાન કરાતા અન્ય ને નવજીવન મળશે

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામની દીકરી વૃંદા કમલેશભાઈ પટેલનું બ્રેઈન ડેડ થતાં તેના શરીરના સાત અંગોનું દાન કરાયું છે જેમાં જાણવા મળ્યા મુજબ રાજપીપળા સ્વામિનારાયણ ના સ્વામી સિધેશ્વરજીની પ્રેરણા થી આ આકસ્મિક રીતે મોતને ભેટલી દીકરીના અંગોનું વડોદરાના માંજલપુર ખાતેની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના ડોકટરો દ્વારા અંગ દાનની સફળ પ્રક્રિયા આજે પૂર્ણ કરાઈ હતી અચાનક મૃત્યુ પામેલી આ દીકરી નાં ડોનટ કરેલા અંગમાં હૃદય,ફેફસાં,કિડની,લીવર અને આંખો નો સમાવેશ થાય છે ત્યારે આ અંગો અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને નવજીવન આપશે તેમ સ્વામી સિધેશ્વરજી એ જણાવ્યું હતું.

(10:37 pm IST)