Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મહેમદાવાદ શહેરમાં ઢાંકણી વાડ વિસ્તારમાં રસ્તા પર ઉભરાતી ગટરના ત્રાસથી લોકોને હાલાકી

મહેમદાવાદ : મહેમદાવાદ શહેરમાં ઢાંકણી વાડ વિસ્તારના મુખ્ય રસ્તા પરની ગટર વારંવાર ઉભરાય છે. તેના કારણે રેગચાળો ફેલાવાની દહેશત પ્રવર્તતી હોવાથી આ ગટર ઉભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ કરવા સ્થાનિકોમાંથી માંગણી ઉઠી છે. મહેમદાવાદ શહેરના ઢાંકણી વાડ વિસ્તારમાં ગટર ઊભરાવવાની સમસ્યા પ્રજા અને નગરપાલિકા માટે માથાનો દુખાવો બની છે. છેલ્લા થોડા દિવસથી ઢાંકણી વાડથી સ્ટેશન તેમજ બજાર જવાના રસ્તા પર ગટર ઉભરાતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોને ગટરના ગંદા પાણી ડહોળીને અવરજવર કરવી પડતી હતી તેમજ ભારે દુર્ગંધ વેઠવી પડતી હતી. આ અંગે અવારનવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં ગટરની વ્યવસ્થિત સફાઈ કરવાના બદલે માત્ર વેઠ ઉતારવામાં આવતી હોવાનું સ્થાનિકો ના મુખે સાંભળવા મળી રહયુ છે. 

આ અગાઉ પણ બે વખત ગટરો ઉભરાતા પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી હતી તેના થોડા સમય બાદ ગટર ઊભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. ગટર ઉભરાવા માટે સ્થાનિક લોકોની બેદરકારી પણ એટલી જ કારણભૂત છે આગામી સમયમાં  ચોમાસુ આવી રહ્યું છે, ત્યારે  હાલમાં પાલિકા દ્વારા ગટરની સાફ-સફાઈ કરાવવામાં શ આવતા સ્થાનિક નગરજનોએ રાહત  અનુભવી છે. પરંતુ ગટર ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા લાગણી વ્યાપી છે.

(5:51 pm IST)