Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વાલીઓની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલ

સમરકેમ્પમાં સ્વીમીંગ નિદર્શન યોજાયું

દર વરસની જેમ આ  વરસે પણ  SGVP ગુરુકુલ ઇન્ટનેશનલ સ્કુલમાં એક માસ પર્યંત સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૨૦૦ વિદ્યાર્થીઓ અને ૧૭૦ વિદ્યાર્થિનીઓ મળી ૩૭૦ બાળકો જોડાયા છે.

સમરકેમ્પની પૂર્ણાહૂતિની પૂર્વ સંધ્યાએ વાલીઓ સમક્ષ ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ વગેરે એક્ટીવીટીનું નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વીમીંગ વિભાગમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના સ્વીમીંગ નિદર્શન નિહાળી વાલીઓ ખૂબજ પ્રભાવિત થયા હતા.

                         

 

 

 

(12:12 pm IST)