Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આઈપીએલ ફાઈનલ, અમિતભાઈની ઉપસ્‍થિતિ, સુરક્ષા વ્‍યવસ્‍થા બેવડાઈ

સીપી સંજય શ્રીવાસ્‍તવના માર્ગદર્શન હેઠળ પોણો ડઝન નાયબ પોલીસ કમિશનર નેતૃત્‍વ કરશેઃ ૧૩ એસીપી, ૪૮ પીઆઈ, ૧૨૭ પીએસઆઈ, ૨૮૩૦ પોલીસ જવાન મદદમાં ૧૦૦૦ હોમગાર્ડ ખડે પગે રહેશે : રાજકીય મહાનુભાવો અને બોલીવુડ સેલિબ્રિટીની ઉપસ્‍થિતિ અને લોકોનો ઉત્‍સાહ ચરમ સીમા પર હોવાથી પોલીસ સતત એલર્ટ, ખેલાડીઓ સાથે અમ્‍પાયર, રેફરી માટે પણ વિશેષ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી : ઉગ્રવાદીઓ અને ક્રિકેટ માફિયાઓની તમામ હિલચાલ સાથે ટપોરીઓ પર બાજ નજર રાખવા પોલીસ સાથે સતત સંકલન રાખવા આઈબી વડા અનુપમસિંહ ગહેલોત દ્વારા તમામ યુનિટો એલર્ટ મોડ પર મૂકી દેવાયા : બોમ્‍બ સ્‍કોડ દ્વારા તસુ એ તસુ જમીન ચકાસણી ચાલી રહી છે, બુકીઓની હિલચાલ નિહાળવા માટે વિશેષ ટીમો, ડીસીપી કન્‍ટ્રોલ ડી.હર્ષદ પટેલ લોખંડી સુરક્ષા અંગે ‘અકિલા' સાથે અતથી ઈતી સુધીની વાતો વર્ણવે છે

રાજકોટ, તા.૨૬:  ક્રિકેટ રસિયાઓ અને બુકીઓમાં જેનો ખૂબ રોમાંચ છે તેવા આઈપીએલ પ્‍લે ઓફ અને ફાઇનલ મેચ અભૂતપૂર્વ કેપીસિટી ધરાવતા નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ અમદાવાદ ખાતે યોજવા સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ મેચ નિહાળવા આવનાર હોવાથી પોલીસ દ્વારા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવના નેતળત્‍વ હેઠળ જડબેસલાક વ્‍યવસ્‍થા ગોઠવી છે. પોલીસ સ્‍ટાફની રજાઓ પણ રદ કરવામાં આવી છે.૪૦૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે ૪૦૦ થી વધુ પ્રાઇવેટ સિકયોરિટી સ્‍ટાફ પણ ખડેપગે રહેનાર હોવાનું અમદાવાદના કન્‍ટ્રોલ નાયબ પોલિસ કમિશનર ડો.હર્ષદ પટેલ દ્વારા ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.              
 બોલીવુડ સેલિબ્રિટી સહિત રાજકોટ મહાનુભાવોનો જમાવડો થવાનો હોવાથી બન્ને ઇવેન્‍ટસ માટે ૯ નાયબ પોલીસ કમિશનર,૧૩  એસીપી, ૪૮ પીઆઈ, ૧૨૭ પીએસઆઈ, ૨૮૩૦ પોલીસ જવાનોની સાથે ૧૦૦૦ હોમ ગાર્ડ પણ મદદે રહશે તેમ નાયબ પોલિસ કમિશનર ડો.હર્ષદ પટેલ દ્વારા વિશેષમાં જણાવ્‍યું હતું.                    મેચના ખેલાડીઓ,અમ્‍પાયર, રેફરી માટે વિવિધ હોટલમાં પણ જડબેસલાક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ સહિત તમામ સ્‍થળો પર બોમ્‍બ સ્‍કવોડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવશે.ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ રહે તે માટે ડીસીપી લેવલના અધિકારીને ખાસ જવાબદારી સુપરત કરવામાં આવી છે.સમાપન સમયે પણ અક્ષયકુમાર, એ.આર.રહેમાન અને રણવીરસિંહ સહિતની સેલિબ્રિટીના સંભવિત આગમન સંદર્ભે લોખંડી સુરક્ષા વ્‍યવસ્‍થા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ દ્વારા ગોઠવવામાં આવી છે, અભૂતપૂર્વ પ્રસંગ ધ્‍યાને રાખી રાજ્‍યના આઇબી વડા અનુપમસિંહ ગહેલોત દ્વારા તમામ આઇબી યુનિટ  એક્‍ટિવ કરવા સાથે આઈપીએલ બુકીઓ ર્પ પણ પોલીસ સાથે સંકલન કરી વ્‍યવસ્‍થા ગોઠવી હોવાનું સૂત્રો જણાવે છે.

 

(3:29 pm IST)