Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પાટણ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક અમિત ગઢવીને ભાવસભર વિદાયમાન અપાયું

જિલ્લા માહિતી કચેરી ખાતે અઢી વર્ષની સેવા બાદ બનાસકાંઠા ખાતે બદલી થતાં સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી

(જયતિભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૨૬

પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે નાયબ માહિતી નિયામકશ્રી તરીકે ફરજ બજાવતાં  અમિત ગઢવીની બનાસકાંઠા ખાતે બદલી થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી.  અમિત ગઢવીને માહિતી પરિવાર દ્વારા શ્રીફળ-સાકર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

વર્ષ 2019માં ગાંધીનગર ખાતે માહિતી નિયામકશ્રીની કચેરીમાં સોશિયલ મીડિયા શાખામાં નાયબ માહિતી નિયામકશ્રી તરીકે સેવામાં જોડાયેલા  અમિત ગઢવી છેલ્લા અઢી વર્ષથી પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે સેવાઓ આપી રહ્યા હતા. 

ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા  અમિત ગઢવીને શ્રીફળ, સાકર અને સાલ અર્પણ કરવામાં આવી. 

આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અમિત ગઢવીએ જણાવ્યું કે, પાટણ ખાતે અઢી વર્ષના કાર્યકાળમાં કચેરીનો સ્ટાફ અને પત્રકાર મિત્રો દ્વારા ખૂબ જ સારો સહયોગ મળ્યો છે. સાથે જ જિલ્લાના પત્રકારશ્રીઓ તથા સહકર્મીઓએ  અમિત ગઢવી સાથેના પોતાના અનુભવો વર્ણવી નિવૃત્તિની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પાટણ માહિતી કચેરીના કર્મચારીશ્રીઓ તથા પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:57 am IST)