Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

તિલકવાડાના વનમાલા ગામમાં દેવનારાયણ પરિવાર તેમજ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો ભારતનો સન્માન સમારોહ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાડા તાલુકાના વનમાલા ગામમાં દેવનારાયણ પરિવાર તેમજ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો ભારતનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પ્રોગ્રામની શરૂઆતમાં પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વનમાલા પ્રાથમિક શાળાના બાળકોને તેમજ ગંગાસ્વરૂપ આ વિધવા બહેનોને દેવનારાયણ પરિવાર માંથી પધારેલ પૂજ્ય શ્રી તારાચંદ બાપુએ આશિર્વચન આપ્યા તેમજ અન્ય મહાનુભાવોએ પણ આશિર્વચન આપ્યા ત્યારબાદ બહેનોને સાડી આપી તેઓનું બહુમાન કરવામાં આવ્યું તેમજ શાળાના બાળકોને ગણવેશ( ડ્રેસ) વિતરણ. નોટબુક .ડાયરા .કંપાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ નારીશક્તિને ઉજાગર કરવા માટે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ ભારતના પ્રભારી મંત્રી ફિરોજભાઈ મેમસાહેબ દ્વારા નર્મદા જિલ્લામાં દક્ષાબેનની નર્મદા જિલ્લાના (મહિલા પ્રમુખ )તરીકે વરણી કરવામાં આવી તેમજ કૌશરબાનુ યાસીન મહંમદ ચૌહાણની નર્મદા જિલ્લા (મહિલા ઉપપ્રમુખ )તરીકે વરણી કરવામાં આવી. તેમજ દેવનારાયણ પરિવાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ભારત દ્વારા ગંગા સ્વરૂપા બહેનો અને વનમાલા પ્રાથમિક શાળાના બાળકોની અમદાવાદથી વધારે સિંગર સમીરા દાઉધાની મોજ સમીરખાન પઠાણે મધુર ગીતો સંભળાવી મનોરંજન પૂરું પાડ્યું મુખ્ય મહેમાન શ્રી દેવનારાયણ પરિવારના (IHRPB)રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય તારાચંદ બાપુ. ગુજરાત.મહારાષ્ટ્ર.રાજસ્થાના પ્રભારી ફિરોજભાઈ મેમણ. શ્રીમતી સાધનાબેન સાવલિયા (IHRPB) ગુજરાત મહિલા પ્રમુખ. સિદ્ધાર્થ ભાઈ પટેલ એન્વાયરમેન્ટ સેલા છોટાઉદેપુર (જિલ્લા પ્રમુખ) તરૂણભાઈ રાઠવા છોટાઉદેપુરSC/STસેલના (પ્રમુખ) શ્રીમતી ભારતીબેન શાહ વડોદરા મહિલા પ્રમુખ. મજર મકરાણી દાહોદ જિલ્લા પ્રમુખ (IHRPB). મુન્નાભાઈ ખોજા ભાવનગર માઈનોરીટી સેલના ગુજરાતના પ્રમુખ(IHRPB). વિનોદભાઈ સોલંકી પ્રભારી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી કમલભાઈ પુરોહિત મહામંત્રી નર્મદા જિલ્લાકિસાન મોરચા ઈમરાનભાઈ રાજાણી ભાવનગર જસુભા ચાવડા ખંભાત ઉંદેલ તેમજ ભાવનગરથી એલસીબી ASI. ભરતભાઈ ગઢવી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નર્મદા જિલ્લાના ડી એસ પી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટર હિમાંશુભાઈ પરીક્ષા વહીવટી કારણોસર પ્રોગ્રામમાં ઉપસ્થિત રહી શક્યા નહીં પરંતુ હિમાંશુભાઈ પરીખએ મોબાઈલ દ્વારા કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ પ્રોગ્રામના અંતે શાળાના બાળકો તેમજ ગંગાસ્વરૂપા (વિધવા) બહેનોને ખીરનું ભોજન કરાવ્યું હતું.

(10:34 pm IST)