Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આમલેથા ગામે મોટરસાઇકલ જતા બે શખ્સોને ઊભા રાખી ઇંટ અને લાકડીથી માર મારનાર બે સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામના હાઇવે ઉપર બાઈક પર જતાં વ્યક્તિઓને ઊભા રાખી માર મારનાર બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે
 પ્રાપ્ત વિગતો મુજબ રોશનભાઇ હસનભાઇ રમસાદ( રહે.આમલેથા, વેરાઇ ફળીયુ)એ આપેલી ફરિયાદ પ્રમાણે તેઓ તથા નસવંતભાઇ તેમની મોટર સાઇકલ નંબર GJ-22-D-5812 ઉપર જતા હતા તે વખતે શીવાંગભાઇ હરેશભાઇ તથા મયુરભાઇ (રહે.બંને આમલેથા તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ બુમો પાડતા મો.સા ઉભી રાખતા શિવાંગભાઈએ લાકડીનો એક સપાટો બરડા પાછળ મારી દેતા રોશનભાઈ નીચે પડી જતા મયુરભાઈ એ ઇંટથી રોધનભાઈને માથામા ડાબી બાજુ મારી દઇ બંને એ તેમને ઘસડી જતા ઇજા થતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે .

(10:29 pm IST)