Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ગુજરાત પર હાલ વાવાઝોડાનું સંકટ નથી : હવામાન વિભાગ

૨-૩ દિવસમાં વધારે સ્પષ્ટતા થશે : સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના

અમદાવાદ, તા. ૨૬ : અમ્ફાન બાદ ગુજરાત તરફ  બની રહેલા નવા વાવાઝોડાની સિસ્ટમ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, હવામાન વિભાગે જણાવ્યું કે અંગે હમણા ચિંતા કરવાની જરૂર નથી. જો એવી કોઈ સ્થિતિ સર્જાશે તો અંગે અગાઉથી જાણ કરવામાં આવશે. ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે વિશે વાત કરતાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. સાથે બે દિવસમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હોવાની માહિતી આપી છે.

          અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાય બાદ ગુજરાત તરફ વાવાઝોડું આવવાની વાત હતી જેના પર જયંત સરકારે જણાવ્યું છે કે, અંગે અમે તમામ મૉડલ સ્ટડી કરી રહ્યા છીએ. જેમાં કોઈ કોન્સિયસનેસ દેખાઈ રહી નથી કે તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં. સતત વિષય પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો કોઈ અપડેટ દેખાશે તો તે અંગે એલર્ટ જાહેર કરવામાં આવશે. આગામી બે - ત્રણ દિવસમાં ખ્યાલ આવી શકે કે ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે કે નહીં. રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્ર તરફ વાવાઝોડું આવી રહ્યાની ચર્ચા પર જયંત સરકારે જણાવ્યું કે, કેટલાક મૉડલમાં એવું દેખાય છે કે તે વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે પરંતુ બાકી મૉડલ્સ તેનો અસ્વીકાર કરતાં દેખાઈ રહ્યા છે.

          જો એવી કોઈ સ્થિતિનું નિર્માણ થશે તો તે અંગે જાણ કરવામાં આવશે. જયંત સરકારે જણાવ્યું છે કે, અમદાવાદમાં બે દિવસ માટે (આજ અને આવતીકાલ) ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિવાય આગામી પાંચ દિવસના હવામાન અંગે તેમણે વાત કરીને જણાવ્યું કે, બે દિવસ હવામાન ડ્રાય રહેશે અને આગામી ત્રણ દિવસ દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ભાગમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. સાથે ભેજનું પ્રમાણ વધશે જેના કારણે રાજ્યમાં ગરમીમાં પણ ઘટાડો થતો જોવા મળશે તેમ તેમણે જણાવ્યું છે. સાથે જયંત સરકારે કહ્યું કે, જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે તેમ તેમ દરિયાકિનારા પર ભારે પશ્ચિમ પવન ફુંકાઈ રહ્યા છે.

(10:15 pm IST)