Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

નરોડા અમદાવાદનું નવું કોરોના હોટસ્પોટ બની ગયું

બે દિવસમાં ૪૬ પોઝિટીવ કેસ નોંધાયા : પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસોમાં મોટા પ્રમાણમાં ઉછાળો

અમદાવાદ, તા. ૨૬ : અમદાવાદના કોટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં હવે કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. તેમાં પણ પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસોમાં મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નરોડમાં બે દિવસમાં ૪૬ કેસ સામે આવતા શહેરનું નવું કોરોના હોટસ્પોટ બની ગયું છે. સોમવારે નરોડામાં સૌથી વધુ ૨૭ કેસ જ્યારે સરદાનગરમાં ૨૦ કેસ પોઝિટીવ મળી આવ્યા છે. સિવાય ઠક્કરબાપાનગરમાં ૧૬ કેસ, અસારવામાં ૧૩ કેસ, નિકોલમાં પણ ૧૬ કેસ સામે આવ્યા છે. આમ પૂર્વ વિસ્તારમાં કોરોનાના ઢગલાબંધ કેસો મળી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કયા વિસ્તારોમાં કેટલા કેસ

સોમવારે શહેરના નરોડા વિસ્તારમાં સૌથી વધુ ૨૭ કેસ, સરદારનગરમાં ૨૦ કેસ, ઠક્કરબાપાનગરમાં ૧૬ કેસ, અસારવા અને નિકોલમાં ૧૩-૧૩ કેસ, મણિનગર અને મફતપુરામાં ૧૨-૧૨કેસ, બાપુનગર અને સરસપુરમાં ૧૦-૧૦ કેસ, જમાલપુર, શાહીબાગ, કુબેરનગર અને શાહપુરમાં - કેસ, ઘાટલોડિયા અને લાંભામાં - કેસ, દરિયાપુર, વેજલપુર, દાણીલીમડા અને ઇસનપુરમાં - કેસ, બહેરામપુરા, અમરાઈવાડી અને રાણીપમાં - કેસ, ખાડિયા, ગોમતીપુર, પાલડી, ઓઢવ, રામોલમાં - કેસ, જોધપુર, ભાઈપુરા, વટવા, વિરાટનગર, સૈજપુર, નવરંગપુરામાં - કેસ, સાબરમતી, સરખેજ, વસ્ત્રાલ, બોડકદેવ અને ચાંદખેડામાં - કેસ જ્યારે ચાંદલોડિયા, ગોતા અને થલતેજ, ઇન્ડિયા કોલોની, વાડજન અને વાસણામાં કોરોનાનો - કેસ નોંધાયો છે.

(10:12 pm IST)