Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં એસીબીએ સપાટો બોલાવ્યો : મામલતદાર,નાયબ મામલતદાર અને ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

રોયલ્ટી પાસ હોવા છતા ટ્રકો જમા લીધા : છોડાવવા માટે 1.10 લાખની માંગણી કરી

નવસારી : રાજ્યમાં લોકડાઉન પાર્ટ 4ની અમલવારી થઇ રહી છે ત્યારે નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં એસીબીને મોટી સફળતા મળી છે, અને મામલતદાર, નાયબ મામલતદાર સહિતના સ્ટાફને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા છે,

 આ કેસના ફરિયાદી માટી ખનન અંગેની પરમીટ મેળવી છુટક માટી વેચાણ કરવાનો ધંઘો કરતા હોય અને માટીના ટ્રકો રોયલ્ટી પાસ હોવા છતા જમા કરેલ હતા તે ટ્રકો છોડાવવા માટે ફરીયાદી નવસારી ગ્રામ્ય મામલતદાર, યશપાલ ગઢવીને મળતા તેઓએ શૈલેષભાઇ. રબારી જે કચેરીના  સર્કલ  ઓફીસરને મળી મળી વ્યવહારની લેવડદેવડ કરી લેવા જણાવતા ફરીયાદી મળતા રૂ.૧,૧૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલ અને જે-તે વખતે શૈલેશ રબારી સર્કલ ઓફીસરના  કહેવાથી નાયબ મામલતદાર સંજય દેસાઈને ફરીયાદીએ રૂ.૨૦,૦૦૦ લાંચ પેટે આપેલા અને બાકીના રૂ. ૯૦,૦૦૦ આપવાના બાકી હોય, અને મામલતદાર સહીત સર્કલ ઓફીસર અને નાયબ મામલતદાર એકબીજાની મેળાપીપણામાં રૂ. ૯૦,૦૦૦ લાંચ પેટે માંગણી કરતા હતા.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ નવસારી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન આ કામના મામલતદાર યશપાલ ગઢવીએ ફરીયાદીને લાંચની રકમ સર્કલ ઓફીસર શૈલેશ રબારી ને આપવા જણાવતા ફરીયાદી એ સર્કલ ઓફીસરને મળતા વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી અને તે લાંચની રકમ રૂ. ૯૦,૦૦૦/- નાયબ માલમતદારને આપવા જણાવી તેને સ્વીકારી લઇ આ લાંચની રકમ સ્વીકારી આ લાંચની રકમ ક્લાર્ક સંજય દેસાઈને આપી એકબીજાની મદદગારી કરી લાંચ મેળવતા પકડાઈ જતા મામલતદાર ઓફિસમાં સોંપો પડી જવા પામ્યો હતો

(6:50 pm IST)