Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોના (કોવીડ ૧૯) ની મહામારીના સમયમા પણ ડીઝીટલ પ્લેટ્ફોર્મના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપતું રિલાયન્સ ફાઉન્ડેશન

આપણા દેશના તમામ રાજ્યો કોરોના (કોવીડ ૧૯) થી ભયભીત છે જેમા ગુજરાત પણ બાકાત નથી ત્યારે ગુજરાતના લોકોની સેવાભાવની વૃત્તિ ભાઈચારો અને પડોસી ધર્મનું અનુકરણ કરવા વારા લોકો થકી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની આંતરડી ઠારવાની વાતો તમે રોજ મીડિયાના અલગ અલગ માધ્યમથી જોતા અને વાંચતા હસો જેમા સ્થાનીક સંસ્થઓ ઓ ખુબજ સક્રીય ભુમિકા ભજવી અને લોકો ને જાગ્રૂત કરવાનુ કાર્ય કરી રહી છે.
         આવીજ એક સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન જે પાટણ જીલ્લા ના સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકાના ૧૨૫થી વધુ ગામોમા કાર્યરત છે કોરોનાની આ સમસ્યાના સમાધાન માટે સરકાર દ્વારા અગમચેતીના ભાગ રૂપે લોક ડાઉન ૪ની પરિસ્થિતિ ઉભી થયા બાદ ફિલ્ડમા જાઇને કાર્ય કરવુ ખુબજ મુસ્કેલ બની ગયુ છે સરકારના ઘણા વિભાગો અને આવી સમાજ વિક્કાસના કાર્યો કરતી સેવાભાવી સંસ્થાઓ ના કાર્યો અને પ્રોગ્રામો સ્થગીત થઇ ગયા છે આવા સમયમા સરકાર અને સંસ્થાઓ ને કાર્ય કરવા માટે ડીઝીટલ પ્લેટ્ફોર્મ ખુબજ સારુ અને યોગ્ય માધ્યમ છે ત્યારે રિલાયન્સ કંપની નુ જીયો નેટ્વર્ક અને રિલાયન્સ ફાઉન્ડેશનનુ ઇંફોર્મેસન સર્વીસ વીભાગ આ બાબતે ખુબજ પ્રસંસ્નીય કાર્ય કરી રહ્યુ છે
 પાટલા જીલ્લા ને તાલુકા સાથે અને તાલુકા ને ગામ સાથે કે અન્ય વિભાગો સાથે સંકલન કરવાની બાબતો હોય તાલુકાના અધિકારીઓને સરપંચો સાથે કોઇ યોજના બાબતે સંવાદ કરવો હોય કે જરુરી સુચનાઓ પહોચાડવાની હોય કે પચ્છી જીલ્લાના વિકાસ માટે સમસ્યાઓ અને તેના સમધાન માટે ચર્ચાઓ કરવી હોય ત્યારે જરૂરિયાત મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન અને તેમનુ ઇંફોર્મેસન સર્વીસ વીભાગ મદદ કરી રહ્યુ છે
 હાલ મા લોક ડાઉન ૪ ની પરિસ્થિતિ ઉભી થયા બાદ ગામમાં રહીને રોજમદાર ખેત મજૂરી કરતા કે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબો જે રોજ નું કમાઈને રોજ નું ખાવા વારા લોકોની સમસ્યાઓ ખુબજ વધી ગઇ હતી અને વેપાર ધંધાઓ બંધ હોવાના કારણે નાના ધંધાદારી અને સામાન્ય વર્ગ ના લોકો ને નાણાકીય સંકડામણો થવા લાગી હતી જે સમસ્યાના સમાધાન માટે સરકાર ના મનરેગા વીભાગ દ્વારા ઘણા ગામોમા પાણી સંગ્રહ ના કામો સરુ કરવામા આવેલા પણ આ કામોમા સરકારના આદેસોનુ પાલન થાય અને કોરોના સક્રમણ થી બચવા માટે તકેદારી રુપે સાવચેતીના ભાગ રુપે કરવા લાયક કામો ની વિગતવાર માહીતી માટે ડીઝીટલ પ્લેટ્ફોર્મના માધ્યમથી પસંદગીની ગ્રામ પંચાયતોના સરપંચો અને મેટ ગ્રામિણ આગેવાનો અને મનરેગા વિભાગના અધિકારીઓ સાથે ચાર તલુકાના અમુક ગામોના આગેવાનો સાથે ઓડીયો કોંન્ફરંસનુ આયોજન કરેલ
ગ્રામ્ય કક્ષાએ બનેલા મહિલા મંડળો અને બચત ગ્રુપ સાથે મિટિંગનું આયોજન કરી હાલની પરિસ્થિતિમાં ગ્રામીણ વિકાસમાં બહેનોનું યોગદાન અને પંચાયત સથે સંકલન બાબતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ મહિલા મંડલ ને ખેડુત કંપની મા જોડાણ કરી રોજગારી મેળવવા બબતે રાધનપુર તાલુકના પસંદગીના મંડળો ને માર્ગદર્શન આપવામાં આવેલ
સરદાર સરોવર નર્મદા નીગમ (SSNNL)અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચાલતો સર્વગ્રાહી કૃષિ વીકાસ અને તેલીયાક્ષાર કાર્યક્રમમા કૃષિ વીજ્ઞાન કેન્દ્ર સમોડા ના સંયુક્ત ઉપક્રમે જમીન નવસાધ્ય કરણ અને જમીન ની ફળદ્રુપતા વધારવા માટે સમી અને શંખેશ્વર તાલુકા ના ખેડુતો સાથે જૈવિક ખાતરો ના માધ્યમથી જમીનની ફળદ્રુપતા વધારવા બાબતે ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરવા માટે ઓડિયો કોન્ફરન્સનું આયોજન કરેલ
તેમજ પાટણ જિલ્લામાં સક્રિય ફાર્મર પ્રોડ્યુસર કંપની એ આવી પરિસ્થિતિમાં કરવાલાયક કાર્યો તેમજ ખેડૂત કંપનીઓને આ પરિસ્થિતિમાં ખેડૂતોને મદદરૂપ બનવા માટે યોગ્ય પગલા લેવા તેમજ આગામી વર્ષના આયોજન બાબતે ઓડિયો કોન્ફરન્સનું આયોજન કરેલ
ઓર્ગેનિક ખેતી અને જમીન સુધારણા માટે પ્રયત્નશીલ ખેડૂતો ને માહિતી તેમજ માર્ગદર્શન આપવા માટે તેમજ તેલીયા ક્ષાર ને દૂર કરી જમીન ની ફળદ્રુપતા વધારવા અને જમીન ચકાસણી કરી તેમાં જરૂરી તત્વો ને ઉમેરવા માટે હાલ માં સમી અને શંખેશ્વર ના પસંદગી ના ગામો માંથી 100 જેટલા ખેડૂતો ને (KVK) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સામોડા દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવા ઓડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આમ લોક ડાઉન ની સ્થિતિ માં વર્ક ફોર હોમ હોવા છતાં પાટણ જીલ્લા માં રીલાયન્સ ફાઉન્ડેશન  ડીઝીટલ પ્લેટફોર્મ નો ઉપીયોગ કરી ૭૦૦ થી વધુ લોકો ને ઉપિયોગી થઇ પાટણ જીલ્લા ના વિકાસ માટે અવિરત કાર્ય કરી રહ્યું છે..
તેમજ પાટણ જીલ્લા ના વિકાસ માં સહયોગી તેમજ ગ્રામીણ વિકાસ ની બાબતે કાર્યરત કોઈ પણ સરકારી વિભાગ એજન્સી સેવાભાવી સંસ્થાઓ તેમજ ફાઉન્ડેશન ને એક કરાર આધારિત અને નિયમો અને શરતો સાથે આ ડિજિટલ પ્લેટફોર્મ નો સહયોગ મળી રહે છે

(6:41 pm IST)