Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

વીજબીલ,સ્કૂલ ફી અને તમામ પ્રકારના વેરા માફીની માંગ સાથે નર્મદા જીલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના મહામારી અને ત્રણ મહીના જેટલાં લાંબા લોકડાઉનને પગલે આખાં દેશ સહીત ગુજરાતમા પણ સંક્રમણ વધવાની સાથે-સાથે લોકોના વેપાર ધંધા પડી ભાંગ્યા છે, જે લોકો ખાનગી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં તેમની પણ નોકરીઓ ઝુંટવાઈ જવા પામી છે કે ઝુંટવાઈ જવાની તૈયારીમાં છે. લોકો પાસે જે બચત મુડી હતી તે ત્રણ મહીનાની તાળાબંધીમા ખર્ચાઈ ગઈ છે. જેથી કરીને પ્રજાના એક મોટા વર્ગને રાહત મળે તે હેતુથી માર્ચ, એપ્રિલ, મે અને જુન મહીના સુધી વિજળીનુ બિલ માફ કરવામા આવે, ગરીબ અને મધ્યમ વર્ગના પાણી,રહેઠાણ, મિલ્કત વેરા અને નાનાં ધંધાર્થીઓના વેરા માફ કરવામા આવે,ખાનગી શાળાઓની આગામી શૈક્ષણીક વર્ષ ના પ્રથમ સત્ર ની ફી માફ કરવામા આવે અથવા સરકારએ ફી નુ વહન કરે,ખેડુતો એ ખેતી માટે લીધેલ કૃષિ લોનના વ્યાજ ની માફી અને લોન પરત કરવાની મુદતને વધારવા માં આવે.

  તાળાબંધીમા લોકો ઘર મા પુરાઈ રહેવા મજબુર બન્યાં છે અને આવકના સ્ત્રોત મંદ પડ્યા છે તો આ સમયે દયનીય હાલતમા મુકાયેલી પ્રજાની મદદ કરવી એ સરકારની બંધારણીય ફરજ ગણાય,સૌથી જુનો રાષ્ટ્રીય પક્ષ હોવાના નાતે પણ કોંગ્રેસ કપરાં સમયે લોકોના પ્રશ્નોને વાચા આપી પડખે રહેવાની કોંગ્રેસ ની નીતિ રહી છે. તે અંતર્ગત નર્મદા જીલ્લા કોંગ્રેસે મામલતદાર નાંદોદને  આવેદન પત્ર આપી વેરા,સ્કુલ ફી વિગેરે માફ કરવાની માંગણીઓ કરતું આવેદનપત્ર આપ્યું હતું.

(6:09 pm IST)