Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

તલોદના મહીયલમાં કોરોનાના એક કેસની એન્ટ્રી થતા તંત્ર દ્વારા આંતરિક રસ્તા બંધ કરવામાં આવ્યા

તલોદ: મામલતદાર અગરસિંહતા.વિ. અધિકારીહર્ષદભાઈ તથા પીએસઆઇ સ્વામિ અને આરોગ્યની ટુકડીઓ રવિવાર બપોરથી મહિયલ વિસ્તારની સલામતિને પ્રાધાન્ય આપીને ફરજ બજાવી રહી છે. તંત્ર દ્વારા મહિયલ ગામના મુખ્ય પ્રવેશ દ્વારનો માર્ગ અને અન્ય આંતરિક કેટલાક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. કામ અને અનિવાર્ય સંજોગો સિવાય કોઇ બહાર જાય નહીંકે બહારથી આવે નહીં તે માટે મુખ્ય માર્ગને બેરીકેટીંગ કરીને બંધ કરી દેવાની ફરજ પડી છે. મામલતદારથી માંડી તલાટી સુધીના અહીં સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કેગત તા. ૨૧ મે ના રોજ મુંબઇથી મહિયલ ખાતે રમેશભાઈ કેશાભાઈ દરજી (ઉં.. . ૬૦) આવ્યા હતા. તેઓ અન્ય ત્રણેક સહપ્રવાસી કે જેઓ પરિવારનાજ સભ્યો છે. તેઓ સાથે આવ્યા હતા. બાદ રમેશભાઈ દરજીનું કોવિડ-૧૯ના પરીક્ષણ માટેનું ટેસ્ટીંગ સેમ્પલ તલોદ હોસ્પિટલમાં કલેકટર કરવામાં આવેલ જેનો રિપોર્ટ કાલે પોઝિટિવ આવતાં તેઓને હિંમતનગર ખાતે કોવીડ કેર સેન્ટર- સિવિલમાં દાખલ કરવામાં આવેલ છે. તલોદને અડીને આવેલા મહિયલ ગામમાં મુંબઇથી આવેલા વૃધ્ધજન કોરોનાને સાથે લઇ આવ્યાનું મનાય છે. જેઓનો કોવીડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તે રમેશભાઈ દરજી સાથે ઘરમાં અન્ય પણ લોકો રહે છે. તેઓમાં તથા જેના-જેના સંપર્કમાં રમેશભાઇ આવ્યા હોય તેવા-તેવામાં સંક્રમણ થયુંહોવાની પણ સંભાવના છે.

(6:08 pm IST)