Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

લોકડાઉન-4 અંતર્ગત તલોદમાં માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસુલવાની કામગીરી શરૂ:અત્યારસુધીમાં 30 વ્યક્તિ દંડાયા

તલોદ:લૉકડાઉન- ના સમયગાળામાં સાવચેતીના પગલા રૂપે કેન્દ્ર / રાજ્ય સરકારે માસ્ક ફરજીયાત કર્યું છે ત્યારે તલોદ બજારમાં માસ્ક પહેર્યા વિના નોકરી-ધંધો કરતા નગરજનો સામે આજે તલોદ મામલતદાર આકરા બન્યા હતા. અને માસ્ક વગર દુકાનોમાં હાજર વેપારીઓ તથા તેમના કર્મચારીઓ પાસેથી સ્થળ ઉપર દંડ વસુલ કર્યો હતો. માસ્ક વગરના લોકો પાસેથી મામલતદાર અને તલોદ નગરપાલિકાની સંયુક્ત ટીમે ૩૦ વ્યક્તિ પાસેથી હજારો રૂપિયાના દંડની વસુલાત કરી હતી.

માસ્ક મહામારીના સંક્રમણના નાજુક અને ગંભીર સમયગાળામાં સરકારની ગાઇડ લાઇન અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા અન્વયે તલોદ પંથકમાં પણ દરેક વ્યક્તિએ ફરજીયાત માસ્ક પહેરવાની પહેલી શરત છે. પરંતુ માસ્ક નહીં પહેરીને લોકો જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા હોવાથી આજે તલોદ મામલતદાર અગરસિંહ ચૌહાણ અને તલોદ નગરપાલિકાની ટીમ સાથે તલોદ બજારની દુકાનોમાં ચેકીંગ હાથ ધરીને ૩૦ જેટલા વેપારીઓને માસ્ક નહીં પહેર્યાના ગુના હેઠળ રૂ. ૨૦૦/- દંડ વસુલ કર્યો હતો.  આજે તપાસ ટુકડીઓએ તલોદ બજારની કાપડ- વાસણ- ગોળ- ખાણીપીણીની- ફોટો ફ્રેમીંગની તથા દવાની દુકાનોએ જઈ તપાસ હાથ ધરી હતી.

(6:07 pm IST)