Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પાલનપુર તાલુકાના સરીપડામાં જબરદસ્તી સંબંધ બાંધવાની યુવતીએ ના ક્હેતા ઉશ્કેરાયેલ યુવકે ચપ્પુથી હુમલો કરતા ચકચાર મચી જવા પામ્યો

પાલનપુર: તાલુકાના સરીપડા ખાતે રહેતી એક યુવતિના લગ્ન ગઢ ખાતે કરવામાં આવ્યા હતા અને બન્ને પતિ પત્નીને અણબનાવ હોઈ ચારેક વર્ષથી પોતાના પિતાના ઘરે સરીપડા ખાતે રહેતી હતી. તેણીના પિતા ગુજરી ગયેલ હોઈ અને પરિવારમાં ચાર બહેનો હોવાથી તેણીની તેની માતાને ઘરકામ કરાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ત્યારે રવિવારે સાંજના યુવતિ ગામમાં આવેલ દૂધ મંડળીમાં સફાઈ કામ પતાવી આશરે રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન તેણીના ઘરની પાછળ રહેતો યુવાને સરીપડા ખાતે આવેલ સ્મશાનની ચોકડી પાસે આવીને યુવતીને કહ્યુ કે તને મે બે દિવસ પહેલા કહ્યું હતું મારી સાથે સંબંધ બાંધવાનું તેનો જવાબ કેમ આપતી નથી? હું ગમે તે થઈ જશે પરંતુ તારી સાથે સંબંધ બાંધીશ. તુ મારી સાથે સંબંધ નહી બાંધે તો હું તને જાનથી મારી નાખીશ ત્યારે યુવતિ દ્વારા સંબંધ બાંધવાની ના પાડતાં નરાધમ એકદમ ઉશ્કેરાઈ જઈને કહેવા લાગેલ કે આજે તો તને મારી નાખવી છે એવું કહી તેના હાથમાંના ચાકુ વડે યુવતિની છાતીમાં તથા પેટના ભાગે ઘા કરતાં યુવતિએ આડો હાથ કરતાં હાથના ભાગે પણ ઈજાઓ થવા પામી હતી. અને ચાકુના ઘા વાગતાં ગંભીર ઈજાઓ થતાં યુવતિ દ્વારા બૂમાબૂમ કરતાં નરાધમ ચાકુ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અને યુવતિ દ્વારા તેના કુટુંબીકાકા ભાઈ સમગ્ર બનાવની હકીકત જણાવતાં ગંભીર રીતે ઘવાયેલી યુવતિને ૧૦૮ મારફતે પાલનપુર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અને ગઢ પોલીસને જાણ કરાતાં ગઢ પોલીસ દ્વારા નરાધમ વિરુદ્ધ આઈપીસી કલમ મુજબનો ગુનો નોંધી ગઢ પીએસઆઈ એસ..ચૌધરી દ્વારા ઝડપી જેલના હવાલે કરવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે જબરજસ્તી સંબંધ બાંધવાની ના પાડતાં ચાકુથી હુમલો કરાતા નરાધમ ઉપર સમગ્ર ગામના લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

(6:07 pm IST)