Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

નર્મદા પોલીસે લોકડાઉનના બે મહિનામાં 1923 વાહનો ડિટેઈન કરી.3.85 લાખનો દંડ વસુલ કર્યો

પોલીસે લોકડાઉનમાં 1065 કેસો કરી 1991 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગની ફરિયાદો દાખલ કરી છતાં હજુ કેટલાક લોકો સુધરવાનું નામ નથી લેતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે લોકોના સ્વાસ્થય બાબતે ચિંતિત તંત્રએ લોકોને અપીલ કરી લોકડાઉનનું પાલન કરવાનો અનુરોધ કરવા છતાં કેટલાક બિન્દાસ બનેલા લોકો નહિ સુધરતા પોલીસે કાયદાનું શસ્ત્ર ઉગામી કાયદેસર કાર્યવાહી કરી હતી.

 નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિહ ની માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લાની પોલીસ ટિમોને જાહેરનામાનો કડક અમલ કરાવવાની સુચનાઓ આપવામાં આવી હતી જે અંતર્ગત નર્મદા જિલ્લામા જાહેરનામા નો ભંગ કરતા લોકો પર પોલીસ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી ઉપરાંત ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા પણ ઠેરઠેર લોકો પર નજર રખાઈ હતી.
લોકડાઉનના બે મહિના દરમ્યાન 25 માર્ચ થી 25 મી મે સુધી પોલીસ વિભાગ દ્વારા જાહેરનામા ભંગની કુલ 1065 ફરિયાદો દાખલ કરવામાં આવી જે પૈકી ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા 67 અને શહેરમાં ગોઠવવામાં આવેલા કેમેરા સર્વેલન્સ સહિત અન્ય કેમેરા ની મદદથી 93 કેસો કરી 1991 લોકો ને અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. લોકડાઉન ના આદેશ ની પરવાહ ન કરી માર્ગ પર ફરનારા 1923 વાહનો ડિટેઈન કરી રૂ.3,85,800 નો દંડ વસુલ કરાયો હતો.
આ બાબતે જીલ્લા પોલીસ વડા હિમકરસિહે જણાવ્યું હતું કે દંડ ની પ્રક્રિયા લોકો ના હિત માં જ હાથ ધરી છે, કોરોનાની મહામારીથી લોકો સુરક્ષિત રહે, લોકડાઉનનુ ચુસ્ત પાલન થાય એ માટે નર્મદા પોલીસે કાયદાનું કડક પાલન કર્યું છે.

(6:05 pm IST)