Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

તિલકવાડાના વજેરીયા ગામની 22 વર્ષીય યુવતી ગુમ : અનેક તર્ક વિતર્ક : અચાનક ગુમ થવાનું રહસ્ય અકબંધ

યુવતીના પિતાએ પોતાની દીકરી બે દિવસ સુધી ધરે પરત ન ફરતાં તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરીયા ગામથી એક પુખ્ત વયની યુવતી પોતાના ધરેથી બે દિવસ થી ગુમ હોય પરિવાર જનોની શોધખોળને અંતે પણ તેની કોઈજ ભાળ ન મળતા પિતાએ તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના વજેરીયા ગામમાં રહેતા બંસીલાલ રતિલાલ તડવીની દીકરી બિંદીયા તા 24 મીના રોજ પોતાના ધરે થી બપોરના સમયે ધરના કોઇ પણ સભ્યને જાણ કર્યા વિના અચાનક જ કયાંક ગુમ થઇ હતી,પરિવાર જનોને તેના ગુમ થયાની જાણ થતા તેણીની ગામ સહિત આસપાસ સગાં સબંધી ઓમા તેની શોધખોળ શરૂ કરી હતી.પરંતુ યુવતી ક્યાંયે મળી ન આવતા આખરે યુવતી ના પિતા એ તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ગુમ થનાર યુવતીએ શરીરે લાલ રંગનો પંજાબી ડ્રેસ, કાળા કલરની ઓઢણી, કાળા કલરની લેધી પહેરેલી છે, યુવતી ની ઊંચાઈ સાડા ચાર ફુટ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.

 આમ અચાનક આ યુવતી ગુમ થતા વજેરીયા ગામમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. યુવતીનું અપહરણ થયું હશે..? તેણે કોઈક કારણોસર અજુગતું પગલું ભર્યું હશે..? હાલ ગામમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે પોલીસે આ મામલે હાલ જાણવા જોગ ફરિયાદ નોંધી શોધખોળ ચાલું કરી છે.

(5:58 pm IST)