Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

અમદાવાદમાં કોરોનાની વધતી ઝડપ:અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફના અભાવે દર્દીઓની હાલત કફોડી બની

અમદાવાદ:શહેરમાં કોરોનાના વધતા પોઝિટિવ કેસની વચ્ચે  શહેરમાં કોરોના સિવાયની અન્ય બિમારી માટે લોકો  તેમના રહેઠાણની નજીક આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર    અર્બન હેલ્થ સેન્ટર પહોંચે છે તે સમય  ત્યાં સ્ટાફ હાજર હોવાથી દર્દીઓ અટવાઈ પડે છે ખાસ કરીને રાતના સમયે તો સામાન્ય બ્લડ પ્રેશર માપીને દવા આપવાનો પણ ઈન્કાર કરી દર્દીઓને પાછા મોકલી દેવામાં આવે છે.

મળતી માહીતી મુજબ,શહેરના ૪૮ વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખોલવામાં આવ્યા છે. તમામ સેન્ટરોમાં મ્યુનિ.દ્વારા રાઉન્ડ કલોક વિવિધ રોગના દર્દીઓને તપાસી તેમને દવા આપવાના અને જરૂર પડે કેસમાં સેન્ટર ખાતે સારવાર આપવા અંગે અગાઉ અનેક વખત દાવા કરવામાં આવ્યા છે.હકીકત છે કે,કોરોનાના વધતા કેસને લઈ હવે સેન્ટરો ઉપર ફરજ બજાવતા સ્ટાફને પણ કોરોના વિષયક કામગીરીમાં લગાવી દેવાની મ્યુનિ.તંત્રને ફરજ પડી છે.

(5:59 pm IST)