Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

અમદાવાદ:જમાલપુરમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનાર યુવક પાસેથી પૈસાની માંગણી કરી ચપ્પુથી હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના જમાલપુરમાં રોયલ બાદલ ફ્લેટમાં રહેતો ફિરોજખાન બશીર ખાન પઠાણ કંન્સ્ટ્રક્શન વ્યવસાય કરે છે. લોકડાઉન હોવાથી તેની ઓફિસ બંધ હતી અને પૈસાની જરૂર પડતા એટીએમમાં પૈસા ઉપાડવા કાચની મસ્જિદ નજીકથી પસાર થઇ રહ્યો હતો.

દરમિયાન રસ્તામાં સાબીર મેડમ નામના યુવકે તેને કહ્યું હતું કે સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર આવેલો છું અને તારે મને બે લાખ રૂપિયા આપવા પડશે. ફિરોઝ ખાને તને પૈસા કેમ આપુ એમ પૂછતા સાબીરે તું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે તો તારે મને રૂપિયા આપવા પડશે એમ કહી ઝઘડો કર્યો હતો ત્યારબાદ સમાધાન માટે સાબીર એનો ભાઈ જાકીર તથા અન્ય બે શકશો ફિરોઝ ખાનની ઓફિસ બહાર એકઠા થયા હતા.

(5:57 pm IST)