Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સેનેટાઇઝરની ડિમાન્ડ વધતા હેન્ડ હોલ્ડિંગ સ્પ્રે પંપના પણ કાળાબજાર

રૂ. બેથી પાંચના પંપનો ભાવ રૂ. પ૦ સુધી પહોંચ્યો

અમદાવાદ તા. ર૬ :.. કોરોના વાઇરસની દહેશત ચારેય તરફ ફેલાયી છે દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સેનેટાઇઝર, હેન્ડ વોશ લીકવીડની ડીમાન્ડ પણ વધી રહી છે. આ મહામારી વચ્ચે લોકો રૂપિયા કમાવવા માટે નિતનવા કામ કરી રહ્યા  છે તેમાંથી એક કામ છે સેનેટાઇઝર અને હેન્ડ વોશ લીકવીડનું વેચાણનું પણ છ. સેનેટાઇઝર અને હેન્ડ વોશ લીકવીડનું વેચાણ વધી રહ્યુ  ત્યારે હેન્ડ હોલ્ડીંગ સ્પ્રે પંપમાં અછત જોવા મળતા તેની કાળાબજાર શરૂ થઇ છે. સેનેટાઇઝન અને હેન્ડ વોશ લીકવીડ જે પ્લાસ્ટીકની બોટલમાં ભરવામાં આવે છે તેમાં રહેલા હેન્ડ હોલ્ડીંગ સ્પ્રે પંપ દસ ગણા ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે તો કેટલીક જગ્યાએ સ્ટોક પણ પુરા થઇ ગયા છે.

કોરોના વાઇરસના કારણે લોકડાઉનનો સમય પણ સતત વધી રહ્યો છે. લોકડાઉનના કારણે પાન - મસાલા સિગારેટનો કાળાબજાર શરૂ થઇ ગયો હતો. જો કે સરકારે પાન ગલ્લા અને પાર્લર ખોલવાની છૂટ આપતા કેટલાક અંશે કાળાબજાર બંધ થઇ ગયો છે.

હાલ બજારમાં સેનેટાઇઝન અને હેન્ડ વોશ લીકવડીની માંગ પુષ્કળ પ્રમાણમાં વધી છે. ઘરે બેકાર બેઠેલા લોકો રૂપિયા કમાવવા માટે અલગ અલગ કંપનીઓના સેનેટાઇઝર અને હેન્ડ વોશ લીકવીડ વેંચી રહ્યા છે. કેરબામાં કે બોટલમાં ભરીને પ૦ રૂપિયાથી બે હજાર રૂપિયાના સેનેટાઇઝન પ૦૦ એમઅલથી પ લીટર સુધી વેંચી રહ્યા છે. સામાન્ય રીત સેનેટાઇઝર હેન્ડ હોલ્ડીંગ સ્પ્રે પંપની બોટલમાં આવે છે. પરંતુ હાલ આ સ્પ્રેની અછત સર્જાઇ છે.

લોકડાઉન પહેલા હેન્ડ હોલ્ડીંગ સ્પ્રે પંપ બજારમાં બે રૂપિયાથી લઇને પાંચ રૂપિયા સુધી મળતા હતા જો કે તેની માંગ વધતા કાળાબજાર શરૂ થઇ ગઇ છે. હાલ હેન્ડ હોલ્ડીંગ સ્પ્રે બજારમાં ર૦ રૂપિયાથી લઇને પ૦ રૂપિયા સુધીમાં વેચાઇ રહ્યા છે. કેટલાક વેપારીઓ એક લાખ નંગ સ્પ્રેનો ઓર્ડર આપવા માટે તૈયાર છે પરંતુ બજારમાં સ્પ્રેનો સ્ટોક નહી હોવાથી અને તેનું પ્રોડકશન બંધ હોવાથી તેની કાળાબજાર થઇ રહી છે.

(3:25 pm IST)