Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સોશ્યલ મિડીયામાં વિજય નેહરા બાબતે ભાજપ - કોંગી આમને સામને : આક્ષેપોની ઝડી

કોંગ્રેસ કહે છે નેહરા ભાજપના રાજકારણનો ભોગ બન્યા : ભાજપ કહે છે નેહરાએ અમદાવાદને ભગવાન ભરોસે છોડેલ

અમદાવાદ તા. ૨૬ : અહીંના પૂર્વ મ્યુનિ. કમિશનર વિજય નેહરાને લઈને રાજકારણ ગરમાયુ છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ વિજય નેહરાનો પક્ષ અને વિરોધ કરીને રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ કરી રહ્યા છે કે વિજય નેહરાનો ભોગ લેવાયો છે તો ભાજપના નેતાઓએ જે ટ્વિટ કર્યુ તેણે વિવાદના મધપૂડા છેડ્યા હતા. પંકજ શુકલા અને દેવુસિંહ ચૌહાણે વિજય નેહરા પર તડાપીટ બોલાવી હોવાનું ખાનગી ટીવી ચેનલનો હેવાલ જણાવે છે.

વિજય નેહરાની બદલી થતા રાજકારણ ગરમાયું છે અને આ વિજય નેહરા ઉપર એવા આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે કે તેમણે પબ્લિસિટી અને પ્રચારમાં જ સમય વાપર્યો અને અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધું હતુ.ઙ્ગવિજય નેહરા પર દેવુસિંહ ચૌહાણે પોતાનું નિવેદન આપતા કેટલા આક્ષેપો કર્યા હતા તેમનું કહેવું હતુ કે વિજય નેહરા પ્રજાનું હિત નહોતા જોઈ શકતા. વિજય નેહરા પોતાના પ્રચારમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેમણે અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધુ હતુ. આ અંગેની ટ્વિટ જો કે તેઓએ પછીથી ડિલિટ પણ કરી હતી.ઙ્ગ

 વિજય નેહરા પર પંકજ શુકલાએ પણ આક્ષેપ લગાવ્યા હતા. અમદાવાદમાં ૮ લાખ કેસ થવાના ભ્રામક આંકડા આપ્યા હતા. વિજય નેહરાએ લોકોમાં ડર ઉભો કર્યો હતો.ઙ્ગઅમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધુ.વિજય નેહરા પોતે કવોરન્ટાઈન થઈ ગયા હતા.ઙ્ગ

કોગ્રેસના નેતા જયરાજસિંહે કહ્યુ હતુ કે, વિજય નેહરા ભાજપના રાજકારણનો ભોગ બની ગયા હતા અને તેમની આંતરિક નીતિને કારણે જ તેમની હકાલપટ્ટી થઈ હતી.

(12:50 pm IST)