Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ભારતભરની હોસ્પિટલોમાં કોરોના મહામારીની સારવાર લઇ રહેલા દર્દીઓની રક્ષા માટે SGVP ગુરુકુલમાં સંતો દ્વારા મહા સુદર્શન યાગ

અમદાવાદ તા.૨૬ ભારતની વૈદિક પરંપરામાં જુદા જુદા હેતુ માટે  વિવિધ પ્રકારના યજ્ઞોનું વિધાન કરેલું છે. તેમાં જેમ સુવર્ણની દ્વારિકા નગરીને ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું અભેદ સુરક્ષા કવચ હતું, તે રીતે માનવ જીવનમાં અાધિ વ્યાધિ અને ઉપાધિમાં અનેકવિધ અનિષ્ટોથી રક્ષણ કરનાર અેવા સુદર્શન યાગનું પણ વિધાન કરવામાં આવેલ છે.

    આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સકંજામાં સપડાઇ રહ્યું છે ત્યારે જેમ બને તેમ કરીને આ પ્રકોપ શાંત થાય તેમજ  SGVP હોલિસ્ટીક હોસ્પિટલ, ગુજરાત અને ભારતભરની હોસ્પિટલોમાં કોરોના મહામારીમાં સારવાર લઇ રહેલ દર્દીઓની રક્ષા થાય અને જલ્દી સાજા થાય અને કોરોનાની કોઇ અસર રહે નહીં તે માટે SGVP ગુરુકુલમાં પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજીના માર્ગદર્શન નીચે, ગુરુુકુલના વિશાળ યજ્ઞમંડપમાં સંતો દ્વારા   માટે પ્રાર્થના રુપે મહાસુદર્શન યજ્ઞ કરવામાં આવેલ.

    યજ્ઞમાં ઘી, જવ, તલ વગેરે સમિધ હોમવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે. તે માટે સુદર્શન યજ્ઞમાં પુરુષસુક્ત, જનમંગલ સ્તોત્ર તથા વિષ્ણ સહસ્ત્ર નામાવલિથી અગ્નિનારાયણને ઘીની અને જવ તલની આહુતિ આપવામાં આવી હતી.

 મહામારીનો પ્રકોપ ઓછો થાય તે માટે માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલની શાખા  મેમનગર, દ્રોણેશ્વર ગુરુકુલ, રીબડા, સવાનાહ-અમેરિકામાં સંતો પ્રાર્થના અને અનુષ્ઠાન કરી રહ્યા છે.

 

(11:45 am IST)